રાજુલામાં ડુંગળી બટેટાના ભાવ આસમાને

- નાયબ મામલતદારે બોલાવી મિટિંગ ભાવ ઓછો કરી ભાવ બાંધણી કરી
રાજુલા શહેરમાં હાલમાં આસમાને પહોંચેલા બટેટા ડુંગળીના ભાવ માટે ગરીબની ડુંગળી રોવડાવી રહી છે ત્યારે આજરોજ આ ભાવ કાબુમાં લેવા મિટિંગ વેઓરીઓ સાથે કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓ વેઓરીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નાયબ મામલતદાર પુરવઠા કે. પી. ચાવડાના અધ્યક્ષ સ્થાને ડુંગળી બટેટાના વેપારીઓ સાથે મિટિંગ બોલવામાં આવી હતી.
જેમાં મોટાભાગના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચર્ચાના અંતે હાલમાં ડુંગળીના ભાવ 60 થઈ 70 રૂપ્યા છે. જ્યારે બટેટાના 40 થી 50 રૂપિયા છે તે ઘટાડીને હાલમાં ડુંગળીના હોવી 50 થી 60 નો ભાવ જ્યારે બટેટાનો 35 થી 40 રૂપિયાનું ભાવ બાંધણી કરવામાં આવી હતી ત્યારે હવે સસ્તા ભાવે મળી રહે તે માટે નાયબ મામલતદારે વેપારીઓને અપીલ કરી હતી.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)
