થરાદની કોલેજ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઓનલાઇન વેબિનાર

થરાદની કોલેજ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઓનલાઇન વેબિનાર
Spread the love
  • યુવાપેઢીના સોનેરી સપના સાકાર બનાવશે નવી શિક્ષણ નીતિ

કેન્દ્ર સરકારે ઘોષિત કરેલ નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ વિશે વિદ્યાર્થીઓ અભિમુખ થાય તે હેતુથી સરકારી વિજ્ઞાન કોલેજ અને સરકારી વિનયન – વાણિજ્ય કોલેજના દ્વારા નવી શિક્ષણ નીતિની સ્વર્ણિમ સંભાવનાઓ (ભાગ-1) વિષય પર ગૂગલ મીટ પર ઓનલાઇન જીવંત વેબિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી કોલેજોના અધ્યાપકો- શિક્ષણવિદો, આચાર્યઓ અને વિદ્યાર્થીઓ સહિત 189 અભ્યાસુઓ જોડાયા હતા. વેબિનારના મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચ શિક્ષણ કચેરી ગાંધીનગરના જોઇન્ટ કમિશ્નર ડૉ. નારાયણ એન. માધુએ નવી શિક્ષણનીતિની સમજ આપી હતી. તેઓએ જણાવ્યું કે ન્યુ એજ્યુકેશન પોલિસીના અમલ બાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ મલ્ટી- ડીસિપ્લનરી ઇન્સ્ટિટ્યૂટમાં ફેરવાશે જેમાં મલ્ટીસ્ટીમ અભ્યાસ કરી શકાશે.

આઇઆઇટી દેલ્હી અને ખડગપુરે આ બાબતે અમલ શરૂ કરી દીધો છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, રાષ્ટ્રીય પ્રૌધ્ધોગિકી શિક્ષણ ફોરમ, હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓના માધ્યમથી ઉચ્ચ શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવશે અને ભારત જગદગુરૂ બનશે એમ ડૉ માધુએ જણાવ્યુ હતું. મુખ્યવક્તા તરીકે ઉપસ્થિત આઇઆઇટીઈ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.હર્ષદભાઈ પટેલે નવી શિક્ષણનીતિને કેમ્પેન તરીકે લઈ છેવાડાના વિદ્યાર્થી- વાલી અને જન-જન સુધી પહોંચાડવા આહવાન કર્યુ હતુ.

નવી નીતિ મુજબ હવે ૫+૩+૩+૪ માલખુ અમલમાં આવશે અને વિદ્યાર્થીને કોલેજમાં પ્રથમ વર્ષે સર્ટી કોર્ષ, બીજા વર્ષે ડિપ્લોમા કોર્ષ, ત્રીજા વર્ષે સ્નાતક ડિગ્રી અને ચાર વર્ષના અભ્યાસ બાદ રીસર્સ ડિગ્રી મળશે એમ તેઓએ જણાવ્યું હતું. શરૂઆતમાં પ્રો.ડૉ. પ્રશાંતભાઈ શર્માએ સરસ્વતી વંદના કરી હતી અને પ્રિ.ડૉ. એમ.જે. મન્સૂરીએ બનાસકાંઠાના થરાદ પંથકની ખમીરવંતી-ઊર્જાવાન શાબ્દિક શૈલીમાં બન્ને મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું તથા પ્રિ.ડૉ. જગદીશ પ્રજાપતિએ બન્ને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.ડૉ. રાહુલ પંચાલે અને આભારદર્શન પ્રો.અશોકભાઈ દરજીએ કર્યુ હતું.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200922-WA0013.jpg

Right Click Disabled!