રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી

રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી
Spread the love

વડોદરા જિલ્લામાં ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા 3,700 કરોડના સહાય પેકેજને લઈને વિપક્ષ બાદ હવે સરકારના ધારાસભ્યો જ પોલ ખોલી રહ્યા છે અને વડોદરા જિલ્લામાં નુકસાન થયુ છે. તેમજ તે જિલ્લાનો પણ સહાય પેકેજ મેળનારા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. વડોદરા જિલ્લાના શૈલૈષ મહેતા, કેતન ઈમાનદાર, જસપાલસિંહ ઠાકોર અને અભેસિંહ તડવીએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં વડોદરા જિલ્લો ઉમેરીને પાક નુકશાન હેઠળ સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. સરકારે સમગ્ર બાબત લક્ષમાં લઈને કામગીરી કરવામાં આવશે તેવી સાંત્વના આપી છે.

આમ ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ધારાસભ્યએ ભેગા મળી સરકાર પાસે ખેડૂતલક્ષી સહાયની માંગ કરી.સીએમ દ્વારા ખેડૂતોને નુકસાનને લઈને 3700 કરોડની જાહેરાત કરી છે પણ જાણે કે સરકારના પેકેજની પોલ સરકાર ના જ ધારાસભ્યો ખોલી રહ્યા હોય એવું સામે આવી રહ્યું છે. કારણ કે વિપક્ષ પહેલેથી જ એ વાત કહેતું હતું કે સર્વેમાં ખામીઓ છે અને કેટલાક જિલ્લામાં નુકશાન થવા છતાં સરકારે મદદ જાહેર કરી નથી. ત્યારે બરોડા જિલ્લામાં પણ ભારે નુકશાન થયું છે જેથી એ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે બરોડા જિલ્લાના શૈલેષ મહેતા, કેતન ઇનમદાર, જશપાલસિંહ ઠાકોર અને અભેસિંહ તડવી એ પત્ર લખી ને સરકાર ને રજુઆત કરી છે.

photo_1598637024859.jpg

Right Click Disabled!