ઢોરના માલિકો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરનો આદેશ

ઢોરના માલિકો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરનો આદેશ
Spread the love

સુરત પોલીસ કમિશનર દ્વારા રોડ સેફ્ટીના મુદ્દે પગલા લેવાના આદેશ આપ્યા છે પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયોસુરત સિટીમાંથી પસાર થનારા ટેન્કર ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે. પોલીસ કમિશનર શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે, માનવ જીંદગીઓ બચાવી શકાય તેમજ લોકો ટ્રાફિકના નિયમનોનું પાલન કરે તેવા આશયથી સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સીલની રિવ્યૂ બેઠક શહેર પોલીસ કમિશનર અજય તોમરના અધ્યક્ષસ્થાને મળી હતી.

પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરએ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર-ઢાંખરોના માલિકો સામે ગુનાઓ દાખલ કરવામાં આવે તેમજ માસ્ક ન પહેરનારા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા ટેન્કર ચાલકો સામે કાર્યવાહી થશે હજીરા વિસ્તારના ટેન્કરો શહેરી વિસ્તારમાંથી પસાર થતા હોઈ આવા ટેન્કર ચાલકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ઉધના ભીમનગર ગરનાળા ઓવરબ્રીજ પાસે માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યૃ બાબતે એસ.એમ.સી., પોલીસ અને આર.એન્ડ બી.ના અધિકારીઓએ સંયુકત સ્થળ મુલાકાત લઈ અહેવાલ સંદર્ભે હવે પછી અકસ્માત ન સર્જાય તે માટે સલામતીના પગલારૂપે બ્રિજની વચ્ચે પ્લાસ્ટીકના બેરીકેટ મુકી, સફેદ પટ્ટાઓ લગાડવામાં આવશે.

untitled_1601037527.jpg

Right Click Disabled!