કોર્ટ સંકુલમાં તાકીદના કામ માટે જ આવવા વકીલોને આદેશ

કોર્ટ સંકુલમાં તાકીદના કામ માટે જ આવવા વકીલોને આદેશ
Spread the love

ફીઝીકલ ફંકશન બંધ છતા ક્ષુલ્લક કારણોસર પક્ષકારો પણ આવતા હોવાથી જિલ્લા ન્યાયાધીશે લેખિત જાણ કરવી પડીસુરત કોવિડ-19 ના સંક્રમણને અટકાવવા હાલમાં કોર્ટોમાં ફીઝીકલ કોર્ટ કાર્યવાહી બંધ હોવા છતા કેટલાક વકીલો પક્ષકારો સાથે કોર્ટમાં નજીવા કારણોસર કોર્ટ સંકુલમાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.કે.વ્યાસે આ અંગે સુરત જિલ્લા વકીલ મંડળને લેખિત જાણ કરીને વકીલોને માત્ર તાકીદના કામો માટે જ બપોરે 3 કલાક બાદ જ કોર્ટ પરિસરમાં આવવાની તાકીદ કરી છે.

કોરાના વાયરસના સંક્રમણને ધ્યાને લઈને ઉચ્ચત્તમ અદાલતોની ગાઈડલાઈન મુજબ રાજ્યની અન્ય જિલ્લા-તાલુકા અદાલતોની જેમ સુરત જિલ્લા ન્યાયાલય બિલ્ડીંગમાં કાર્યરત કોર્ટોમાં ફીઝીકલ ફંકશનીંગની કાર્યવાહી બંધ છે.માત્ર અરજન્ટ કેસ કાર્યવાહી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. તેમ છતા સુરત જિલ્લા ન્યાયાલય કોટ પરિસરમાં કેટલાક વકીલો આક જોવા, મુદ્દામાલ અરજી સંદર્ભે પોલીસ અભિપ્રાય આવ્યો છે કે કેમ? સહિત પુછપરછ કરવા જેવા નજીવા તથા ક્ષુલ્લક કારણોસર કોર્ટમાં આવતા હોવાની બુમરાણ વધી છે.

એટલુ જ નહીં વકીલો કેટલાક કિસ્સામાં પક્ષકારોને પણ પોતાની સાથે લઈને કોર્ટ સંકુલમાં ફરતા હોય છે. જેના કારણે હાલના કોવિડ-19 મહામારીના સંક્રમણની સંભાવનાઓ વધી જાય છે. જેથી મુખ્ય સુરત જિલ્લા ન્યાયાધીશ વી.કે.વ્યાસે આ બાબતે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલને લેખિત જાણ વકીલોને બપોરે 3 કલાક બાદ જ અરજન્ટ કેસ કાર્યવાહી માં હાજર રહેવાની તાકીદ કરી છે.

આરોપીઓના પ્રોડકશન તથા જામીનને લગતી કામગીરી બપોરે 3 કલાક બાદ જ હાથ ધરવામાં આવે છે. જેથી તે પહેલા આવી કામગીરી માટે કોર્ટમાં આવતા વકીલોને વ્યક્તિગત રીતે કોર્ટમાં આવવાની જરૃર ઉપસ્થિત થતી નથી જેથી માત્ર જામીનના કામગીરી માટે વકીલોએ બપોરે 3 કલાક બાદ જ કોર્ટમાં હાજર રહી શકે તે અંગે વકીલોને તાકીદ કરવામાં આવી છે.

download.jpg

Right Click Disabled!