કડીમા લવ જેહાદના મામલે હિન્દુઓમા ભારે રોષ : 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ

કડીમા લવ જેહાદના મામલે હિન્દુઓમા ભારે રોષ : 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ
Spread the love
  • કડીમાં લવજેહાદ મામલે હિંદુઓના આક્રોશથી પોલીસ થયી દોડતી
  • મામલતદારને આવેદનપત્ર આપી 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ

કડી તાલુકાના ગામડાની કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા શહેરમાં મામલો ગરમાયો છે.કડી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા ફિરોજખાન સૈયદ નો પુત્ર અરબાઝ સૈયદ કડી-કલ્યાણપુરા રોડ પરના ગામની યુવતીને છ દિવસ પહેલા ભગાડી ગયો હતો.હિન્દૂ યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી ગયાને છ દિવસ વીતવા છતાં આરોપી નહિ પકડાતાં હિન્દૂ સમાજ રોષે ભરાયો હતો.

વી.એચ.પી. અને રાષ્ટ્રહિત ચિંતક સમિતિ દ્વારા નાની કડી સ્થિત રામજી મંદિર માં બેઠક કરી સોમવાર ના રોજ બાઇક અને કાર રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું પરંતુ જિલ્લા પોલીસવડા ને રેલી અંગે ની માહિતી મળી જતા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે રવિવારે સાંજે હિન્દૂ સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચોવીસ કલાકમાં આરોપીને ઝડપી પાડવાનું આશ્વાસન આપતા રેલી મોકૂફ રાખવામાં આવી હતી.

હિન્દૂ યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાની વાત શહેરમાં ફેલાતા રવિવારે સાંજે હિન્દૂ લોકોના ટોળાં પોલીસ મથક ઉપર ઉમટી પડ્યા હતા. લવ જેહાદનો મામલો ચર્ચામાં આવતા જિલ્લા પોલીસ વડાએ શહેરમાં પોલીસ કાફલો ખડકી દીધો છે. 14 સપ્ટેમ્બર ની રાત્રે વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી ગયા બાદ છ જેટલા દિવસો વીતવા છતાં પોલીસ આરોપી પકડી નહિ શકતા લોકો રોષે ભરાયા હતા અને રેલી દ્વારા આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું પરંતુ જિલ્લા પોલીસવડા ની મધ્યસ્થી થી રેલી રદ કરવામાં આવી હતી.

હિન્દૂ યુવતીને પરત લાવવા વિવિધ હિન્દૂ સંગઠનો મેદાને

કડીના કલ્યાણપુરા ગામની હિન્દૂ પટેલ દીકરીને કડી ના કસબામાં રહેતો અરબાઝ પટાવી ફોસલાવીને ભગાડી ગયેલ હોઈ આ લવ જેહાદ ની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર હિન્દૂ સમાજમાં પડયા છે. આજ રોજ કડીના વિવિધ હિન્દૂ સહઠનોએ મહેસાણા જિલ્લા SP પાર્થરાજસિંહ ગોહિલ ને આ ઘટના સંદર્ભે રજુઆત કરી હતી.તથા કડી મામલતદાર ને આ ઘટના માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવાય તે સંદર્ભે 48 કલાક નું અલ્ટીમેટમ સરકાર ને આપ્યું હતું. કડી મામલતદાર ને વિશ્વ હિન્દુ પરિષદ – કડી પ્રખંડ , રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ , સરદાર પટેલ ગ્રુપ ( SPG ), પાટીદાર સેના , રાજપૂત યુવા સંઘઠન , વગેરે જેવા હિન્દૂ સંઘઠનો એ આવેદન પત્રો આપ્યા હતા.મહેસાણા SP એ પણ આ ઘટના સંદર્ભે ત્વરિત એક્શનની ખાતરી આપી હતી.

યુવતીને ભગાડી જનાર આરોપીને વહેલી તકે ઝડપી પાડીશું : ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (જિલ્લા પોલીસ વડા-મહેસાણા)

કડીની પટેલ હિન્દૂ યુવતીને લઈને ભાગેલા વિધર્મી યુવકને ઝડપી પાડવા નાયબ જિલ્લા પોલીસ વડા રુહી પાયલા ની અધ્યક્ષતામાં પોલીસ ની ચાર ટીમો કામે લાગી છે.આરોપીને ઝડપી પાડવા પોલીસ પુરજોશમાં કામે લાગી છે અને જ્યાં સુધી યુવતી પરત ના આવે ત્યાં સુધી નાયબ જિલ્લા પોલીસ વડા રુહી પાયલ કડી ખાતે બેજ બનાવી ને શહેરમાં હાજર રહે છે તેમ કહી વહેલામાં વહેલી તકે આરોપીને ઝડપી પાડી યુવતીને પરત લાવવાનો આશાવાદ જિલ્લા પોલીસ વડાએ હિન્દૂ સમાજના આગેવાનો ને આપ્યો છે.

04 03 02 IMG-20200921-WA0056.jpg

Right Click Disabled!