પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કુલ કડીના 2 વિદ્યાર્થીઓની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામી

કડી દેત્રોજ રોડ ઉપર આવેલ આદર્શ હાઈસ્કુલના બે વિદ્યાર્થીઓ ફેન્સિંગ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે તા.24,ફેબ્રુઆરીના રોજ સબ- જુનિયર (અંડર-14) ફેન્સિંગ રમતની રાજ્યકક્ષાની સ્પર્ધા આણંદ મુકામે યોજાઈ ગઈ હતી પી.એમ.જી ઠાકર આદર્શ હાઇસ્કૂલ કડીના આ સ્પર્ધામાં કુલ નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં બે વિદ્યાર્થીઓએ બોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી હતી બંન્ને બાળકો નેન્સી ચૌધરી તથા રવિ ચૌહાણે માર્ગદર્શન પૂરું પાડનાર કોચ પ્રગ્નેશભાઇ તથા શાળાના પ્રધાનાચાર્ય દેવેન્દ્રભાઈ તથા સહપ્રધાન આચાર્ય જીગ્નેશભાઇ સોની,વ્યાયમ શિક્ષક તુષારભાઈ અને મંડળના મહામંત્રી બંસીભાઇ ખમારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
