નવસારીમાં વિજલપોર ખાતે કિન્નરોના અખાડાની પંચાયત મળી

નવસારીમાં વિજલપોર ખાતે કિન્નરોના અખાડાની પંચાયત મળી
Spread the love

નવસારી કિન્નર સમાજની પંચાયતમાં પૂનમકુંવરને નવસારી છોડવાનું કહેવામાં આવ્યું છે પૂનમકુંવર નવસારી ન છોડે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ નવસારી જિલ્લામાં રહેતા કિન્નરો વચ્ચે વિસ્તાર તેમજ અખાડાના વડાને લઈને વિવાદ વર્ક્યો છે ત્યારે નવસારીના વિજલપોર ખાતે આજરોજ અખાડાના કિન્નરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કિન્નરોની અખાડા પંચાયત યોજાય હતી. જેમા પૂનમકુંવરને નવસારીમાંથી પોતાનું સ્થાન છોડવા સહિત સમાજનું મકાન પરત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.જેની સામે પૂનમકુંવર જો નવસારી ન છોડે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિજલપોર પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં દક્ષિણ ગુજરાતના કિન્નરોની પંચાયત સુરત કિન્નર સમાજના પ્રમુખ નૂતન માસીના અધ્યક્ષતામાં યોજાઈ હતી

આ પંચાયતમાં દક્ષિણ ગુજરાતના કિન્નરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ આ પંચાયત દ્વારા બારડોલીના કિન્નરને સમાજના મુખ્ય અખાડામાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા હતા પરંતુ હજુ કોઈ વિવાદનો અંત ન આવતા પંચાયતમાં નવસારીના કિન્નર સમાજના મુસ્કાન માસીનાં આગેવાનીમાં સ્થાનિક કિન્નરોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. નવસારી છોડવા સહિત સમાજના મકાન પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કિન્નરોએ વિજલપોર પોલીસને રજૂઆત કરી સમસ્યાના નિરાકરણની માંગણી ઉચ્ચારી છે તેમજ પુનમકુંવર બા નવસારી ન છોડે તો આવનારા દિવસોમાં કિન્નરોએ આંદોલન કરવાની ચીમકી આપી છે.
કિન્નરો દ્વારા સમગ્ર વિવાદ ઉકેલવા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે જો કે વિવાદ થાળે નહી પડે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.

કિન્નરો દ્વારા સમગ્ર વિવાદ ઉકેલવા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે જો કે વિવાદ થાળે નહી પડે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. ડુપ્લિકેટ કિન્નરોના હુમલાથી કિન્નરો એકઠા થયા નવસારી જિલ્લામાં રહેતા કિન્નરો વચ્ચે વિસ્તાર તેમજ અખાડાના વડાને લઈને વિવાદ યથાવત રહ્યો છે. થોડા દિવસો અગાઉ વિજલપોરમાં નકલી કિન્નરો દ્વારા સ્થાનિક કિન્નરોનાં ગુરુમાતા સંજના કુવરબા પર ડુપ્લિકેટ કિન્નરોએ હુમલા કરતાં ચકચાર મચી જવા પામી હતી. નવસારીના સ્થાનિક કિન્નરોને ગુરુમાતા સંજના કુવરબાઈ પર હુમલો થયાની જાન થતા મોટી સંખ્યામાં કિન્નરો એકત્રિત થઇ નકલી કિન્નરોને પકડી પાડી જાહેરમાં મેથીપાક આપ્યો હતો જાહેર માર્ગ પર શેહરીજનોને આ નકલી કિન્નરોના કપડાં ઉતારી લોકોની સામે ભેદ ખોલી પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા.

untitled_1602674760.jpg

Right Click Disabled!