પંચમહાલ : શહેરા બસ સ્ટેશન પાસે પાઈપલાઇનમા ભંગાણ પડતા ફુવારા ઉડ્યા

પંચમહાલ : શહેરા બસ સ્ટેશન પાસે પાઈપલાઇનમા ભંગાણ પડતા ફુવારા ઉડ્યા
Spread the love

શહેરા બસ સ્ટેશન પાસે પસાર થતી અને લખારાવાડ વિસ્તારને પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતી પાઈપલાઈનમા સવારે એકાએક ભંગાણ સર્જાયેલ હતુ,જેના લઇને રોડ પર ફુવારા ઉડતા પાણી પાણી થઈ ગયેલ હતુ.જોકે પાણીની લાઈન તાબડતોબ બંધ કરવામા આવી હતી. પંચમહાલ જીલ્લાના શહેરાનગર પાલિકા દ્વારા નગરમા પાણી આપવામા આવે છે.જેમા શહેરાનગરના વિવિધ વિસ્તારોમા પાણી આપવામા આવે છે.બુધવારે સવારે પાલિકાની પાઈપલાઇન ફાટી જવા પામી હતી.

શહેરા બસ સ્ટેશન ના કોટની દિવાલ પાસે આવેલી અને લખારવાડમા પાણી પુરવઠો પાડતી પાઇપલાઈનમા અચાનક ભંગાણ પડેલ હતુ.તેને લઈને રસ્તા પર પાણી પાણી થઈ ગયેલ હતૂ.પાણીના ફુવારા ઉડ્યા હતા.મળતી માહિતી મુજબ ગતરોજ અહી પાઈપ લીકેજને રિપેર કરવામા આવેલ હતુ.પંરતુ આજે સવારે ફરી પાણી છોડવાનુ શરુ કરવામા આવતા તેમા ભંગાણ સર્જાયેલ હતુ.તાત્કાલિક પંપ પાણી બંધ કરવામા આવતા પાણી બંધ થઈ ગયુ હતુ.

રિપોર્ટ : બશીર અંશારી (શહેરા)

IMG-20201016-WA0048.jpg

Right Click Disabled!