પંચમહાલ : જાબૂંઘોડા પોલીસે IPL મેચના પર સટ્ટાબેટીંગ રમાડતા 3ને ઝડપી લીધા

પંચમહાલ : જાબૂંઘોડા પોલીસે IPL મેચના પર સટ્ટાબેટીંગ રમાડતા 3ને ઝડપી લીધા
Spread the love

પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના કકરોયિલા ગામે રહેણાક મકાનમાં IPLનો સટ્ટો રમાડતા ત્રણ સટોડીયાઓને જાંબુઘોડા પોલીસે બાતમીના આધારે રૂપિયા ૩,૨૭,૯૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આઈપીએલ મેચની સિઝન ચાલી રહી છે.સટ્ટો રમાડનારા સટોડીયાઓ પણ સક્રિય બન્યા છે.જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.જે.જાડેજાને બાતમી મળી હતી.

કકરોલિયા ગામે આવેલા નવીનભાઈ જીવનભાઈ બારીયા પોતાના ઘરમાં તેમના બે મિત્રો કાર્તિક કુમાર ચિંતરંજન ભટ્ટ,નિતીનભાઈ ભાણાભાઈ ભટ્ટ, રહે બોડેલી જી-છોટાઉદેપુર આઈપીએલ-૨૦-૨૦ સીઝનની કિગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇર્ડસ વચ્ચેની મેચનો હારજીતનો સટ્ટો રમાડતા હતા.આથી જાંબુઘોડા પોલીસે ટીમ સાથે છાપો માર્યો હતો.પોલીસે મોબાઇલ ફોન,કેલક્યૂલેટર,ચોપડા-નોટબૂક,હ્યુડાઇ કાર સહિત રૂપિયા ૩,૨૭,૯૧૦ લાખનો મૂદ્દામાલ સાથે ત્રણ સટોડીયાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

20201028_082753.jpg

Right Click Disabled!