કોરોનાને હરાવી ઘરે જતા બગસરા પોસ્ટ વિભાગના પરેશભાઈએ આરોગ્ય તંત્રનો આભાર માન્યો

કોરોનાને હરાવી ઘરે જતા બગસરા પોસ્ટ વિભાગના પરેશભાઈએ આરોગ્ય તંત્રનો આભાર માન્યો
Spread the love

અમરેલી જિલ્લામાં સરકારી હોસ્પિટલ અને રાધિકા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો અથવા તો તાવ શરદી ઉધરસ હોય તો તાત્કાલિક સામેથી ટેસ્ટ કરાવીને તબીબની સલાહ મુજબ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે તો દર્દી જલદી સાજા પણ થઈ જાય છે. સમયસર સારવાર મળી જાય તો બીજી બીમારી હોય તો પણ કોરોનાથી સાજા થઇ શકાય છે.

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓને સારામાં સારી શ્રેષ્ઠ સારવાર મળે તે માટે કોવીડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર અમરેલી ખાતે ઉભા કરવામાં આવ્યા છે. બગસરા પોસ્ટ ઓફિસમાં સેવા બજાવતા ૩૬ વર્ષના પરેશકુમાર મહેતાને સામાન્ય તાવ આવતા ટેસ્ટ કરાવેલ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાધિકા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને એક દિવસ સારવાર આપ્યા બાદ રાહત થતાં વસંતબેન એન. વ્યાસ હોમીયોપેથીક કોલેજ કોવીડ સેન્ટરમાં આઠ દિવસ સારવાર આપવામાં આવી હતી.

રાધિકા કોવિડ હોસ્પિટલમાં મળેલી સારામાં સારી સારવારથી સ્વસ્થ થઇ જતા રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા સારામાં સારી સારવાર આપવામાં આવે છે. જમવાની અને બીજી પણ વ્યવસ્થા સારી છે.દસ દિવસમાં સંપૂર્ણ સારું થઈ જતા તેમણે સરકારી હોસ્પિટલના તબીબો અને તંત્રનો આભાર માન્યો હતો. તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

વધુમાં પરેશકુમારે જણાવ્યું હતું કે લોકોએ કોરોના અંગેની ખોટી અફવા થી દૂર રહેવું જોઈએ. શરીરમાં કોઈપણ પ્રકારની તકલીફ હાલની સ્થિતિમાં પડે તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. બીજી બીમારી હોય તો પણ ગભરાયા વગર સમયસર સારવાર કરી લેવાથી કોરોનાથી સાજા થઇ શકાય છે. સાવચેત રહેવા જરૂરી દરકાર રાખવા અને જરૂરી કાળજી રાખવા અને કોઈ પ્રકારના લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું.

IMG-20200924-WA0015.jpg

Right Click Disabled!