ગુંડાગીરી ન છોડનારાઓને છોડવાની ફરજ પાડતો કાયદો પસાર

ગુંડાગીરી ન છોડનારાઓને છોડવાની ફરજ પાડતો કાયદો પસાર
Spread the love

અમદાવાદ : લોકોની જમીન છીનવી લેવાનું, વ્યાજખોરીનું, ગાયોની કતલ કરવાનું, અનૈતિક વેપાર કરવાનું, બનાવટી દવાનો વેપાર કરનારા, ગેરકાયદેસર હથિયારને લગતી પ્રવૃત્તિ કરનારાઓ તથા ગુંડાગીરી કરીને ગુજરાતમાં ભયનું સામ્રાજ્ય ઊભું કરનારાઓને ગુજરાત છોડવાની ફરજ પાડતો ધ ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત વિધેયક બહુમતીથી પસાર કર્યું હતું. . જોકે આ કાયદાના અમલ કરવામાં દુરુપયોગ થવાની દહેશત વિરોધ પક્ષના નેતાઓએ વ્યક્ત કરી હતી.વિધેયક રજૂ કરનાર ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિને ડામવા માટે આ વિધેયક લાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભય અને ગુંડાગીરીના માહોલને રાજ્ય સરકાર ક્યારેય ચલાવી લેશે નહિ. તેથી જ દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનો વેપૈાર, વ્યાજખોરી કરનારા, લોકોની જમીન પડાવી લેવાની પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક પગલાં લઈ શકાય તે માટે કાનૂની જોગવાઈઓ આ વિધેયકના માધ્યમથી કરવામાં આવી છે. વ્યક્તિગત કે જૂથમાં હિંસા કરવી, ધાકધમકી આપવી, જાહેર વ્યવસ્થાને અન્ય કોઈ રીતે નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ કરનારાઓને ગુંડાની વ્યાખ્યા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અસામાજિક પ્રવૃત્તિ કરી સામાજિક શાંતિને ખોરવનારાઓને સાતથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની જેલની સજા કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે ગુંડાને ગુનો કરવા પ્રેરણાં આપે કે મદદ કરે તેને પણ ત્રણ વર્,થી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની જેલની સજા અને દંડની જોગવાઈ નવા કાયદામાં કરવામાં આવી છે. નવા કાયદા હેટળ બનાવવામાં આવેલા નિયમોનો ભંગ કનારને રૂા. ૧૦,૦૦૦ સુધીનો દંડ અથવા દંડ વિના છ માસથી વધુ નહિ તેટલી મુદતની કેદની સજા કરવાની જોગવાઈ ગૃહમાં પસાર કરી દેવામાં આવેલા કાયદાની મદદથી લાવવામાં આવી છે. આ કાયદા હેઠળ સાક્ષીઓને સંપૂર્ણ રક્ષણ આપવાની પણ ખાતરી આપવામાં આવી છે.ગુજરાતના વિકાસના પ્રયાસોમાં પણ ગુંડાગીરી કરનારા પરિબળો આડખીલી રૂપ બની રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કહ્યો હતો.

રાજુ રિસાલદાર, લતીફ અને ઇભલા શેઠ જેવા ગુંડાઓએ ૧૯૮૫માં સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતુ. આમજનતાને કનડતા ગુંડાઓ જેલમાં જઈને જામીન પર તરત જ છૂટી જતાં હોવાથી તેમનેે કાબૂમાં લેવા માટે કાયદો લાવવામાં આવ્યો છે.ગુંડા તત્વોના આ પ્રકારના અત્યાચારને પરિણામે આત્મહત્યા કરવાની ફરજ પડવાના બનાવો પણ બનતા હોવાથી તેને અંકુશમાં લેવા માટે આ પગલાં લેવાયા છે. માદક દ્રવ્યોની હેરફેર કરનારાઓ પર પણ આ કાયદાની મદદથી લગામ તાણી શકાશે. કોઈની જમીન પર માલિકી હક્કના ખોટા દાવાઓ ઊભા કરનારાઓને પણ આ કાયદાની મદદથી અંકુશમાં લઈ શકાશે.

551600773831_1600778462.jpg

Right Click Disabled!