સાઠંબા પોલીસ સ્ટેશનમાં પશુપાલકોનો હંગામો

અરવલ્લી જિલ્લા માં દૂધ મંડળી માં પશુપાલકો ને સમયસર પગાર ચૂકવવા માં આવતો ન હોવાના આક્ષેપ સાથે બાયડ ના ચોપલાવત ગામ ના પશુપાલકોએ દૂધ મંડળી ને તાળાબંધી કરી હતી જેમાં પોલીસ ની હાજરી માં તાળા ખોલવામાં આવ્યા પછી મંગળવાર ની રાતે વિફરેલા પશુપાલકોએ સાઠંબા પોલીસ સ્ટેશને ધસી જઇ હંગામો મચાવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચૂકવી મંડળી ના હોદેદારો લોન ના કપાત હપ્તા ની લેખિત વિગત પણ આપતાં ન હોવાથી ૧૦૦ થી વધુ પશુપાલકોએ પોલીસ સ્ટેશન માથે લેતાં પોલીસ ડગાઈ ગઈ હતી. પગાર બાબતે લેખિત અરજી પોલીસ ને આપવામાં આવી આવી છે.
જેમાં ચેરમેન, સેક્રેટરી, મદદનીશ અને અન્ય હોદેદારો પશુપાલકો સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાના ગંભીર આરોપ લગાવાયા છે.રાત દિવસ કાળી મજૂરી કરી દૂધ મંડળી માં ભરવામાં આવે છે પણ પગાર સમય સર ચૂકવતા ના હોવાથી મહિલા પશુપાલકોએ મંડળીને તાળા મારી રોષ ઠાલવ્યો હતો પણ પોલીસે હાજર રહી તાળાં ખોલાવ્યા હોવાના આક્રોશ સાથે ટોળુ પોલીસ સ્ટેશને ધસી જતા ધમાચકડી મચી હતી.
દિનેશ નાયક, સરડોઈ
