મગફળીની આવકથી માર્કેટ યાર્ડ ધમધમતા થયાં : દિવાળીની ઉજવણી માટે પાક ઉપજ વેચવા ખેડૂતોનો ધસારો

મગફળીની આવકથી માર્કેટ યાર્ડ ધમધમતા થયાં : દિવાળીની ઉજવણી માટે પાક ઉપજ વેચવા ખેડૂતોનો ધસારો
Spread the love

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનની પાક ઉપજથી તમામ માર્કેટયાર્ડ છેલ્લા બે દિવસથી ધમધમતા થયા છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં સારા વરસાદથી ખેડૂતોને ઉત્પાદનમાં ફાયદો થવાની ધારણા વચ્ચે મગફળીની આવક પુર બહારમાં શરૂ થઇ છે.ખેડૂતોને પ્રતિ મણ દીઠ રૂપિયા ૯૦૦થી૧૫૦૦નો સારો ભાવ મળતો હોવાથી ખેત ઉત્પન્ન બજાર માં સવારથી મગફળી ભરીને આવતાં વાહનોની લાઈનો લાગી રહી છે.

જિલ્લાના બાયડ, મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, હિંમતનગર, તલોદ, ઈડર અને પ્રાંતિજ સહિતનાટયાર્ડમાં મગફળીની બમ્પર આવક થવા લાગી છે દીપાવલીનું પર્વ નજીક હોવાથી ખેડૂતોએ મગફળી ની સાથે અન્ય પાક ઉપજ પણ વેચવા માટે કાઢતા યાર્ડ ધમધમવા લાગ્યા છે.સારા ભાવ ની સાથે મગફળી ની સીઝન માં હવામાન માં બદલાવ આવ્યો છે જેના કારણે જો વરસાદ વરસે તો ખેતરો માં કાઢી ને તૈયાર રાખેલ મગફળી બગડી જાય તેમ હોય વધુ ને વધુ ખેડૂતો વાહનો લઈ મગફળી વેચવા યાર્ડ માં ઉમટવા લાગ્યા છે.

દિનેશ નાયક, સરડોઈ

IMG-20201016-WA0049-1.jpg IMG-20201016-WA0075-0.jpg

Right Click Disabled!