લગ્નેતર ઓનલાઈન ડેટીંગથી બ્લેકમેઈલીંગનો ભોગ બનતી જનતા

લગ્નેતર ઓનલાઈન ડેટીંગથી બ્લેકમેઈલીંગનો ભોગ બનતી જનતા
Spread the love

લોકડાઉનમાં ટાઈમ પાસ કરવા માટે ઓનલાઈન ડેટીંગ ચલાવતી સંસ્થાનો રાફડો ફાટેલો છે. જેમાં સ્કુલ કોલેજના યુવકોથી લઈ ગૃહીણીઓ તથા ટયુશન કલાસના સંચાલકો તથા કંપનીના ઉચ્ચ હોદ્દેદારો બ્લેક મેઈલીંગનો ભોગ બનેલ છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઓનલાઈન વચ્યુઅલ સેકસના બહાને યુવકો બ્લેકમેઈલીંગનો ભોગ સૌથી વધારે બન્યા છે. સોશ્યલ નેટવર્કીંગથી મોડલો, પોર્નસ્ટાર તથા સેકસર્કરો સાથેના ચેટીંગનું રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકીઓ આપીને અનેક લોકો પાસેથી નાણા ખંખેરવા આખી સાયબર ક્રાઈમ ગેંગ ઈન્ટરનેશનલ લેવલે કામ કરતી થઈ છે.

જેનો ભોગ કેટલાય લોકો બનેલ છે જેમાંથી ૭ યુવકોએ સાયબર ક્રાઈમને ૧૦,૦૦૦/- ડોલર આપી દીધા બાદ પણ બ્લેકમેઈલીંગ ચાલુ રાખી તથા આવા ન્યુડ વિડિયો લીક કરવાની ધમકી આપતા ફરીયાદ નોંધાયેલ છે. ચેટનું વિડિયો રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપીને નાણા ખંખેરાયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. મહામારીમાં ઓનલાઈન વચ્યુઅલ સેકસનો વેપલો મોટા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે જે આખુ નેટવર્ક ઈન્ટર નેશનલ લેવલે ચાલતુ હોય સ્થાનિક પોલીસ સમજી શકે તે પહેલા સાઈડ બંધ થઈ જતી હોય છે અથવા આઈપી એડ્રેસ ખોટા, ફોન નંબર ખોટા હોય છે. મોટાભાગે નાણા પડાવવા માટે યુવકો જ ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. ભારતમાં આવો ટ્રાફિક લોકડાઉનમા ૯પ ટકા જેટલો વધવા પામ્યો છે.

એક લગ્નેતેર ટેડીંગ સંસ્થાના મત અનુસાર લોકડાઉનના સમયગાળામાં કુલ ૭૦ ટકા રજીસ્ટ્રેશન ભારતીયોનું જ હતુ. આ ઉપરાંત સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર વચ્યુઅલ સેકસના એકાઉન્ટમાં ૧પ૦ ટકા નો વધારો થયો છે તેવું સાયબર એકસ્પર્ટનું માનવું છે.
વિડીયો કોન્ફરસીંગ દ્વારા બ્લેકમેઈલ કરીને લોકોને છેતરવા ના ઈરાદે વચ્યુઅલ સેકસની મોડસ ઓપરેડીંગ અપનાવે છે આજ કાર્યપધ્ધતિથી શહેરના વિદ્યાર્થીઓ, શિક્ષક તથા નોકરીયાત મહિલાઓ સહિત ૭ જેટલા યુવાનોને નાણા પડાવવા બદલ બ્લેકમેઈલીંગ કરાયુ હોવાની ઘટનાઓ બની છે એક ન્યુડ મોડેલે પણ વિડીયો કોલથી વાતચીત દરમ્યાન ખાનગી કોલેજના વિદ્યાર્થીનું રેકોર્ડીગ કર્યા બાદ ૧૦,૦૦૦ ડોલરની માંગણી કરી હતી.

બીજી એક ઘટનામાં વચ્યુઅલ સેકસના બહાને ટયુશન કલાસના સંચાલકની સાથે અજાણી યુવતીએ પણ વિડીયો કોલથી વાત કરી ભોળવીને ૪ થી પ દિવસ ચેટ કરી ત્યારબાદ યુવકના મોર્ફે કરેલા ન્યુડ ફોટા મોકલીને સોશ્યલ મીડીયા પર તેને વાયરલ કરવાની ધમકીઓ પણ આપી હતી બાદમાં યુવકે બદનામીના ભયથી કુલ રપ૦૦૦૦ રૂપીયા પણ ચુકવ્યા હોવાનું બહાર આવ્યું છે.  નાણા ગુમાવનાર લોકો પોલીસનો સંપર્ક કરી વિગતો આપી રહ્યા છે પરંતુ બદનામીના ભયથી ફરીયાદ નોંધાવવા માટે તૈયાર થતા નથી છેતરપીંડી થઈ નથી એવા લોકો જ ઈન્ફોમર તરીકે બહાર આવે છે.

ભોગ બનનારે ડરવાની જરૂર નથી તેઓ ભય રાખ્યા સીવાય સીધો સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરી શકે છે. યુવતીઓની વિગતો પોલીસ સીક્રેટ રાખે છે. હાઈપ્રોફાઈલ લોકોના નામો પણ પોલીસ ગુપ્ત જ રાખે છે તેથી સમાજનો ડર રાખવાની જરૂર નથી. હિંમત કરી આવો ભોગ બનનાર લોકોએ આગળ આવી ફરીયાદ કરવાની જરૂર છે જેથી બીજી ભોળા લોકો છેતરાતા બચશે.  ઓનલાઈન સેકસ સાઈડ કે પોનસાઈડને કે સાહિત્યને સર્ચ એન્જીનમાં પણ શોધવું જાેઈએ નહિ. આજ એના બચવાનો એક માત્ર ઉપાય છે. કોઈપણ ટેન્ડીંગ સાઈડ કે પોન સાઈડ ઉપર કે અજાણ્યા લોકોના નંબર ઉપર વિડીયો કોલ ઉપર વાત કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જાેઈએ નહી.

ફ્રેન્ડશીપ કલબના નામે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જાેઈએ નહિ તેમજ અજાણ્યા લોકોની ફેસબુક કે વોટસઅપ ઉપર ફ્રેન્ડરીકવેસ્ટ સ્વીકારવી જાેઈએ નહી. સાવચેતી એજ સલામતી છે. આવી જ રીતે એક યુવકે વેબસાઈડની વિઝીટ કરતા એક નંબર આવ્યો જેમાં કિલક કરતા ગણતરીના સેકન્ડમાં જ તેના વિડીયો કોલમાં ૪ થી પ યુવતીના ન્યુડ ફોટાઓ ફોરવર્ડ થયા હતા તેમાંથી કોઈ એકને પસંદ કરવા જણાવતા યુવકે આવી માંગણીનો અસ્વીકાર કરતા તેને તરત જ ધાકધમકીઓનો મારો શરૂ થયો હતો અને પરિણામે ગભરાયેલા યુવકે બદનામીના ડરથી ૧૦,૦૦૦/- રૂપિયા ગુમાવી પીછો છોડયો હતો.

આવી રીતે નાણા પડાવી ઓનલાઈન નાણા કાર્ડથી મોકલતા લોકોના ડેટાની ચોરી કરી તે બેન્ક એકાઉન્ટ હેક કરી લાખો રૂપિયા ગણતરીના સમયમાં જ ખંખેરી નાંખે છે જયારે બેન્કમાંથી મેસેજ આવે ત્યારે ર૪ કલાક પછી આવી છેતરપીંડીની ખબર પડતા લોકો નિસહાય બની જાય છે. આવી જ રીતે એક કોલેજમાં પ્રોફેસરના ખાતામાંથી ૧.પ૯ લાખ ખંખેરી લીધા તથા એમબીએના વિદ્યાર્થીના ખાતામાંથી ૪.પ૦ લાખ પડાવી લીધાની ફરીયાદ બહાર આવી છે. ફ્રી શોપીંગના બહાને તથા લકી ડ્રોમાં નંબર લાગ્યો છે તેમ જણાવી રજીસ્ટ્રેશન કરાવી ડેટા હેક કરી નાણા પડાવવાના કિસ્સા પણ લોકડાઉનમાં વધ્યા છે.

આ આખુ ટ્રાન્ઝેકશન નો બ્લોકટ ટેકનોલોજીમાં થયેલ છે. ઓનલાઈન બીઝનેશમાં લાખો કમાઓની લોભામણી લાલચો આપીને પણ રજીસ્ટ્રેશન કરવાના બહાને કાપડના વેપારીઓને લુંટેલ છે માછલીઓ ઉછેરવામાં નાણા રોકવા પ્રલોભન આપી યુવક સાથે ૭ લાખની છેતરપીંડી આચરવાનું પણ બહાર આવ્યું છે. સાવચેતીએ જ સલામતી છે.

એડવોકેટ અશ્વિન ત્રિવેદી (ગાંધીનગર)
લીગલ એડવાઈઝર – હ્યુમન રાઈટ્સ

Right Click Disabled!