100 થી વધુને ભેગા થવાની મંજૂરીને હાઇકોર્ટમાં પડકારાઈ

- અનલૉક-5માં કેન્દ્રે આપેલી છૂટછાટથી કોરોના સંક્રમણ વધવા દલીલ
એક એડવોકેટે પીઆઈએલમાં સામાજિક-રાજકીય ઉત્સવો પર પ્રતિબંધની માંગ સહિતના જાહેર ઉત્સવોમાં 100થી વધુ લોકોના ભેગા થવા અનલોક-5માં કેન્દ્ર સરકારે આપેલી છૂટછાટને હાઇકોર્ટમાં પડકારી છે. નવરાત્રિ, દશેરા, રાજકીય મેળાવડા, સભારંભો અને જાહેર ઉત્સવોમાં 100 થી વધુ લોકોના ભેગા થવા ગૃહ મંત્રાલયે આપેલી છૂટછાટને લીધે હજારો લોકો કોરોના સંક્રમિત થવાની દહેશત છે. રોજેરોજ કોરોના સંક્રમિત અને કોરોનાથી મૃત્યુના આંકડા વધી રહ્યા છે.
તેવા સંજોગોમાં 100થી વધુ લોકોને ભેગા થવા મંજૂરી આપવી અે જનહિત માટે અયોગ્ય છે. તેના પર રોક લગાવવા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીઅે કરેલી જાહેર હિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ મુખ્યમંત્રીને ભલામણ કરવામાં આવી છે. જાહેરહિતમાં નવરાત્રિ, દશેરા સહિતની ઉજવણી સહિત તમામ રાજકીય, સામાજીક ઉત્સવો અને સભારંભો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઇએ.
અનલોક-5ની ગાઇડલાઇનમાં કન્ટેઇનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં 100થી વધુ લોકોને ભેગા થવા છૂટ આપી છે, જે અયોગ્ય અને ગેરવાજબી છે. મેડિકલ સાયન્સ કોરોનાની રસી શોધવા મથી રહ્યું છે, તબીબો, પેરામેડિકલ સ્ટાફ 8 મહિનાથી કાર્યરત છે. કેન્દ્રના નિર્ણયને જોખમી ગણાવ્યોરાજ્યમાં રોજ 1400 જેટલા નવા કેસ નોંધાય છે. આ સંજોગોમાં અનેક તબીબો પણ ભોગ બનેલા છે. કપરા સમયમાં નવરાત્રી,દશેરા કે રાજકીય સભારંભોમાં 100 થી વધુ માણસોને છૂટ આપવાનો નિર્ણય અત્યંત જોખમી ગણાશે. રાજય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન અને કેન્દ્ર સરકારની છૂટ નાગરિકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
