દૂર્ગા પૂજા પંડાલોમાં કરવાની મંજૂરી

દૂર્ગા પૂજા પંડાલોમાં કરવાની મંજૂરી
Spread the love

કોલકત્તા : દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ થમવાનુ નામ નથી લઈ રહ્યો. વળી, કોરોનાથી સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાંથી એક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દૂર્ગા પૂજા માટે નિર્ણય લીધો છે સીએમ મમતા બેનર્જીએ બંગાળના મુખ્ય તહેવાર દૂર્ગા પૂજા પંડાલોમાં કરવાની મંજૂરી આપી દીધી છે પરંતુ આ સાથે જ રાજ્ય સરકારે આના માટે અમુક નિયમો નિર્ધારિત કર્યા છે જેનો કોઈ પણ પરિસ્થિતિમાં પાલન કરવુ પડશે. દૂર્ગા પૂજા કરવાની મજૂરી અમુક કડક નિયમો અને શરતો સાથે આપી આ વખતે શારદીય નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.

અધિક માસ હોવાના કારણે આ વખતે મા દૂર્ગાનો ઉત્સવ પિતૃપક્ષ ખતમ થયાના એક મહિના પછી શરૂ થશે. જો કે આ વખતે કોરોના મહામારીના કારણે દૂર્ગા ઉત્સવ પર ભવ્ય આયોજન નહિ થાય. વળી, બંગાળના મુખ્ય તહેવાર નવરાત્રિ અને દશેરાના અવસર પર પશ્ચિમ બંગાળ સરકારે દૂર્ગા પૂજા કરવાની મંજૂરી અમુક કડક નિયમો અને શરતો સાથે આપી છે. આ નિયમોનુ કરવુ પડશે પાલન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ રાજ્યમાં દૂર્ગા પૂજાની મંજૂરી આપવા સાથે જ અમુક નિયમો લાગુ કર્યા છે.

જે અંતર્ગત દૂર્ગા પૂજા દરમિયાન પંડાલને ચારે તરફથી ખોલવો અનિવાર્ય રહેશે. એટલે કે ચારે તરફથી પંડાલ બંધ નહિ થાય. પંડાલ પર માત્ર છત હશે. વળી, દરેક પંડાલમાં સેનિટાઈઝરને પ્રવેશ દ્વાર પર રાખવુ અનિવાર્ય રહેશે. કોરોના સંક્રમણથી બચવા માટે દરેકે આયોજનમાં માસ્ક પહેરવુ જરૂરી છે. આ સાથે જ દૂર્ગા પૂજા પંડાલોમાં સોશિયલ ડિસ્ટંસીંગનુ કડકપણે પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારના આ આદેશ અનુસાર દૂર્ગા પૂજા પંડાલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની મંજૂરી આપવામાં આવી નથી.

11-1601009355.jpg

Right Click Disabled!