મુન્દ્રાના મહેશનગર વિસ્તારમાં અકસ્માતની વાટ જોઈ ઊભા રહેલાં થાંભલાઓ

મુન્દ્રાના મહેશનગર વિસ્તારમાં અકસ્માતની વાટ જોઈ પડું-પડું સ્થિતિમાં ઉભેલા થાંભલાઓ છેલ્લા દોઢ વર્ષથી સ્થાનિક પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ પાતારીયા અને સ્થાનિક આગેવાનોની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાંય PGVCL આંખ આડા કાન કરી રહ્યું છે.
થાંભલાઓ નથી, માણસો નથી તેવા પાયાવિહોણા જવાબો આપી રહ્યું છે તેથી હવે અહિયા કોઈ પણ પ્રકારની ઘટના કે અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી PGVCLની રહેશે અને જો 10 દિવસમાં આ થાંભલાઓ નહિ બદલવામાં આવે તો સ્થાનિક નાગરિકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
