સુરતના પિયુષકુમાર શાહએ બાળક માટે ઓપરેશનની વ્યવસ્થા કરી આપી

સુરતના પિયુષકુમાર શાહએ બાળક માટે ઓપરેશનની વ્યવસ્થા કરી આપી
Spread the love

સુરત દોઢ મહિનાના બાળકને હૃદયના વાલ્વમાં કાણું હોવાથી તેનું ઓપરેશન અમદાવાદના યુ એન મહેતા હોસ્પિટલમાં જ થઈ શકે તેમ હોવાથી ત્યાં ઓપરેશન થાય તેવી વ્યવસ્થા સુરતની ચાઈલ્ડ હેલ્પલાઇનના હેમાક્ષીબેન રાણા દ્વારા કરવામાં આવી હતી. પરિવાર ખૂબ જ ગરીબ હોવાથી યુ એન મહેતા હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર મફતમાં થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તે બાળકને લઈને અમદાવાદ સુધી પણ જઈ શકે તેમ ન હતા.

દસ દિવસ થી આર્થિક મુશ્કેલીને કારણે વિલંબ થયો છે. ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્વારા આજ તા ૨૩/૦૨/૨૦૨૧ નારોજ આ બાબતની સુરતના મહિલા અને બાળમિત્રના કો-ઓર્ડિનેટર પિયુષકુમાર શાહને પરિસ્થિતિની જાણ કરતા બાળક અને તેના પરિવાર ને અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલ ખાતે છોડવા માટે પિયુશકુમાર શાહ એ પોતાની ગાડી મોકલી આપી. બાળકનો પરિવાર ખુબજ આશા સાથે અમદાવાદ સારવાર માટે જવા રવાના થયો.

2.jpg

Right Click Disabled!