ડભોઇ મધ્ય હીરાભાગોળ ખાતે આવેલ સાંઈબાબાના મંદિરે નિર્વાણતિથિનું આયોજન

ડભોઇ મધ્ય હીરાભાગોળ ખાતે આવેલ સાંઈબાબાના મંદિરે દર વર્ષે નિર્વાણતિથિ ઉજવવામાં આવે છે. જેનું આયોજન ડભોઇ સાંઈ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે.છેલ્લા 15 વર્ષ થી સતત સાંઈ યુવક મંડળ નિર્વાણતિથિનું આયોજન કરતા આવ્યા છે. દર વર્ષે નિર્વાણતિથિ નિમિતે મંડળ દ્વારા હીરાભાગોળ વકીલના બંગલા પાસેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે પરન્તુ ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે સરકારની ગાઈડલાઇન મુજબ શોભાયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.
ભંડારામાં કોઈને નિમંત્રણ આપવામાં નથી આવ્યું પણ મંડળ દ્વારા ભંડારા ની પ્રસાદી બનાવી જરૂરિયાતમંદો અને ભિક્ષુકો ને મંડળ ના કાર્યકરો દ્વારા વહેંચણી કરવામાં આવશે.તા.25-10-2020 ના રોજ દશેરા નિમિતે સવાર ના 8 કલાકે મૂર્તિપૂજન તેમજ સવારે 11 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મર્યાદિત ભક્તો ની હાજરી રહેશે તથા તમામ ભાવિ ભક્તોને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ માસ્ક પહેરી તેમજ સોસિઅલ ડિસ્ટન્સ નું પાલન કરી હાજર રેહવા સાંઈ યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
