વેસુમાં હેલ્થ સેન્ટર ઉપર પબ્લિક હેલ્થ લેબોરેટરી બનાવવાનું આયોજન

વેસુમાં હેલ્થ સેન્ટર ઉપર પબ્લિક હેલ્થ લેબોરેટરી બનાવવાનું આયોજન
Spread the love

સુરત પાલિકા પાસે અત્યાધુનિક સાધનો સાથેની પબ્લિક હેલ્થ લેબોરેટરી નહીં હોવાનું મ્હેણું આખરે ભાંગશે. પાલિકાએ વેસુ વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટર-મેટરનીટી હોમ-હોસ્પિટલ ઉપર રૂપિયા 99 લાખના ખર્ચે પબ્લિક હેલ્થ લેબોરેટરી બનાવવાનું આયોજન કર્યું છે. જાહેર બાંધકામ સમિતિમાં રૂપિયા 21.15 કરોડના વિવિધ કામો સાથે આ લેબોરેટરીના અંદાજ મંજૂર કરવામાં આવ્યા છે.

સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, તમામ ઝોન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ, શેરી, ગલીઓના આંતરિક રસ્તાઓ કાર્પેટ, રી-કાર્પેટ કરવામાં આવશે. તથા અડાજણ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જીમના સાધન સુવિધા ઉભી કરાશે, ડુમસ ગામતળની સાંકડી ગલીઓ પણ કોંક્રિટ પેવિંગ કરાશે. અઠવાના ડેપોમાં ટ્રાફિકને લગતા સાધનો મુકાશે. વધારાના કામ તરીકે વેસુ વિસ્તારના હેલ્થ સેન્ટર-મેટરનીટી હોમ-હોસ્પિટલ ઉપર રૂપિયા 99 લાખના ખર્ચે પબ્લિક હેલ્થ લેબોરેટરી બનાવવા માટે અંદાજ મંજૂર કરવામાં આવ્યા છે.

unnamed.png

Right Click Disabled!