PM મોદીએ રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું
Spread the love

કોરોના રોગચાળા વચ્ચે ભારતમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા તેનનું લોકાપર્ણ કર્યું હતું.કોરોના રોગચાળા વચ્ચે ભારતમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા તેનનું લોકાપર્ણ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે લોકોને રસી વિશે ફેલાતી અફવાઓથી બચવાની સલાહ આપી હતી. સાથે જ કહ્યું કે કોરોના રસીકરણની શરૂઆતનો અર્થએ નથી કે આપણે સાવચેતી લેવાનું બંધ કરી દીધું.

આપણે માસ્ક પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટનેસિંગનું પાલન કરતું રહેવું પડશે. વડા પ્રધાન રોગચાળાના મુશ્કેલ સમયને યાદ કર્યા પછી વડા પ્રધાન ભાવુક થઈ ગયા. જણાવી દઈએ કે પહેલા તબક્કામાં ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં બે રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને સમાવેશ થાય છે.

કોવિશીલ્ડને ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કરવામાં આવી હતી અને તેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે. તેમ જ કોવેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે આખો દેશ આજના દિવસની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. કેટલા મહિનાથી દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ અને યુવાનના મનમાં ઘણા સવાલ હતા કે કોરોના વેક્સિન ક્યારે આવશે? હવે વેક્સિન આવી ગઈ છે, ઘણા ઓછા સમયમાં આવી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું હતું કે મનુષ્ય જ્યારે જોર કરે છે ત્યારે તે પથ્થરમાંથી પાણી કાઢી શકે છે.

વેક્સિન ભારતને કોરોના વિરૂદ્ધ લડતમાં નિર્ણાયક વિજય અપાવશેવડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતની વેક્સિન એવી ટેક્નિક પર બનાવવામાં આવી છે, જે ભારતમાં ટ્રાઈડ અને ટેસ્ટેડ છે. આ વેક્સિન સ્ટોરેજથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધી ભારતીય સ્થિતિઓ પર પરિસ્થિતિઓના અનુકૂળ છે. આ વેક્સિન ભારતને કોરોના વિરૂદ્ધ લડતમાં નિર્ણાયક વિજય આપશે.અફવાઓ અને પ્રચારથી દૂર રહો પીએમ મોદીએ કહ્યું કે આપણા વૈજ્ઞાનિક અને નિષ્ણાંતો જ્યારે બન્ને મેડ ઈન ઈન્ડિયા વેક્સિનની સુરક્ષા અને પ્રભાવને લઈને આશ્વસ્ત થયા, ત્યારે તેમણે તેના કટોકટી ઉપયોગની મંજૂરી આપી હતી. એટલે દેશવાસીઓને કોઈપણ પ્રકારના પ્રચાર, અફવાઓ અને દુષ્પ્રચારથી દૂર રહેવું જોઈએ.

ભારતીય વેક્સિન વિદેશી વેક્સિનની તુલનામાં ઘણી સસ્તી છે અને તેનો ઉપયોગ એટલો જ સરળ છે. વિદેશમાં ઘણી વેક્સિન એવી છે જેનો એક ડોઝ 5000 હજાર રૂપિયા સુધીમાં છે અને જેને 70 ડિગ્રી તાપમાનમાં ફ્રીઝમાં રાખવી પડી શકે છે.જેને તેની સૌથી વધારે જરૂર છે, તેને સૌથી પહેલા લાગશે રસીપીએમ મોદીએ કહ્યું કે, હવેથી થોડા જ મિનિટ બાદ ભારતમાં વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાન શરૂ જવા જઈ રહ્યું છે.

હું આ માટે તમામ દેશવાસીઓને એના માટે અભિનંદન આપું છું. ભારતનું રસીકરણ અભિયાન બહુ જ માનવીય અને મહત્વપૂર્ણ સિદ્ધાંતો પર આધારિત છે, જેને સૌથી વધારે જરૂરત છે, તેને પહેલા કોરોનાની રસી મળશે.માસ્ક ઉતારશો નહીંપીએમ મોદીએ કહ્યું, ‘પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે, લગભગ એક મહિનાનું અંતર પણ રાખવામાં આવશે. બીજા ડોઝના માત્ર બે અઠવાડિયા પછી, તમારા શરીરમાં કોરોના વિરૂદ્ધ જરૂરી ઈમ્યુનિટી વિકસિત થશે. હું તમને વિનંતી કરું છું કે પ્રથમ ડોઝ મળ્યા પછી માસ્ક ઉતારવાની ભૂલ ન કરો અને શારીરિક અંતર જાળવી રાખે કારણકે બીજા તબક્કા બાદ ઈમ્યુનિટી વિકસિત થાય છે.

modi-live_d.jpg

Right Click Disabled!