હળવદમા મોરબી ચોકડી નજીક પોલીસને નડ્યો અકસ્માત

હળવદમા મોરબી ચોકડી નજીક પોલીસને નડ્યો અકસ્માત
Spread the love
  • પીઆઈ સહિત ચાર પોલીસ જવાન ઈજાગ્રસ્ત

ગત મોડીરાત્રીના હળવદ પીઆઇ અને પોલીસ જવાનો હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે વેળાએ મોરબી ચોકડી નજીક પોલીસની વાનને અકસ્માત નડયો હતો અકસ્માતના બનાવમાં પીઆઇ સહિત ચાર પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જેમાં પોલીસની વાનના ડ્રાઈવરને ફેક્ચર અને ડી સ્ટાફના જવાનને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે જ્યારે પીઆઇ અને અન્ય એક પોલીસ જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત મોડીરાત્રીના હળવદ પી.આઈ દેકાવાડીયા, યોગેશ દાન ગઢવી, દેવુભા ઝાલા અને હુસેનભાઇ હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે વેળાએ મોરબી ચોકડી નજીક આઈસર ચાલકે પોલીસની વાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વનમાં સવાર ચાર પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે પી.આઈ દેકાવાડીયાને અને અન્ય એક પોલીસ જવાન દેવુભાઈ ઝાલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે યોગેશદાન ગઢવીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે જ્યારે હુસેન ભાઈ ને ફેક્ચર થઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે આ બનાવને પગલે પોલીસ જવાનો તાત્કાલિક મોરબી ચોકડી પર દોડી ગઇ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.

IMG20201016103737.jpg

Right Click Disabled!