મિલકતદાર મિલકત ખાલી ન કરે તો પોલીસની મદદ લેવાશે

મિલકતદાર મિલકત ખાલી ન કરે તો પોલીસની મદદ લેવાશે
Spread the love

સુરતમાં 305 મિલકત અતિ જર્જરિત ઉતારી પાડવાની જરૂર છતા કામગીરી ન થતાં અકસ્માતની ભીતી તમામ ઝોનમાં અપાઈ સુચના સુરત રાંદેર રોડ પર નિલાંજન એપાર્ટમેન્ટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. સુરત શહેરમાં અતિ જર્જરિત 305 અને રિપેર કરવા જોગ 815 મિલકત સામે તાત્કાલિક પગલા ભરવા માટે કમિશ્નરે તાકીદ કરી છે. તમામ ઝોનમાં અતિ જર્જરિત થઈ ગયેલી અને અકસ્માત થાય તેવી મિલ્કતનું ડિમોલીશન ન કરવામાં આવતું હોય તો પોલીસની મદદ લેવા માટે તમામ ઝોનને સુચના આપી દીધી છે. મ્યુનિ.ના રાંદેર ઝોનમાં નવયુગ કોલેજ સામે નિલાંજન એપાર્ટમેન્ટ જર્જરિત થતાં સીલ કરીને ખાલી કરાવી ઉતારી પાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં બિલ્ડીંગ નહીં ઉતારાતા બે દિવસ પહેલાં બિલ્ડીંગનો કેટલોક ભાગ તુટી પડ્યો

તેમા ત્રણ લોકોના મોત થયાં હતા. આ બનાવ બાદ કમિશ્નરે તમામ ઝોનમાં અધિકારીઓને તેમના વિસ્તારની જર્જરિત મિલકતને રીપેરીગ કરવા તથા અતિ જર્જરિત મિલકતને ઉતારી પાડવાની કામગીરી આક્રમક રીતે કરવા માટે સુચના આપી છે. કમિશ્નરે જણાવ્યું હતુ કે, કેટલીક મિલ્કતો અતિ જર્જરિત છે તેમાં અકસ્માત થાય તે પહેલાં તેને ખાલી કરાવીને રિપેરીંગ કરવાની કે ઉતારી પાડવાની કામગીરી કરવાની છે. જો કોઈ મિલકતદાર કે કબ્જેદાર બિસ્માર મિલકતને રીપેરીંગ કરવા કે ઉતારી પાડવામાં મ્યુનિ. તંત્રને સહયોગ ન આપે અને આ મિલકતના કારણે અન્ય લોકોને જોખમ ઉભુ થતું

હોય તેવા કિસ્સામાં પોલીસની મદદ લેવા માટે જણાવ્યું છે.સુરત ઉધના ઝોનમાં અતિ જર્જરિત અનેક મિલ્કતો છે જેમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે પોલીસ કેસ ચાલી રહ્યો હોવાથી મિલકતનું રિપેરીંગ થતું નથી એટલે પણ અનેક મિલ્કતો જોખમી બની છે. કોર્ટ કેસવાળી મિલકતનું રિપેરીંગ કે ઉતારી પાડવાની કામગીરી કેવી રીતે કરવી તે માટે તંત્રએ ખાસ આયોજન કરવું પડશે.

content_image_e2e1afec-90ea-474f-a204-3dc7caab1cc4.jpg

Right Click Disabled!