કલોલ તાલુકાની સઈજ જીઆઈડીસી ખાતે સોશ્યિલ ડીસ્ટન્ટનો ભંગ કરનાર ખોડીયાર ટી સ્ટોલના માલિક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી

વર્તમાન સમયમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આવા સમયે કોરોનાને વધુ પડતો સંક્રમિત થતો અટકાવવાના આશયથી કલોલના તાલુકા પોલીસના અનાર્મ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઘનશ્યામસિંહ કોરોના અંગે સરકારશ્રીએ જાહેર કરેલ ગાઈડલાઈનનું પાલન નહિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સારું સઈજ બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં.
તે દરમ્યાન સઈજ જીઆઈડીસીના ગેટના નાકા પર આવેલ જય ખોડિયાર ટી સ્ટોલ ચલાવતો ઈસમ ગ્રાહકોને સોશ્યલ ડીસ્ટન્ટ જાળવ્યા વગર, મોઢે માસ્ક પહેર્યા વગર ચા વેચતો હોઈ સદર કોરોના મહામારી અન્વયે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની ગંભીરતા ધ્યાને નહિ લઈને બિનજરૂરી ગ્રાહકોની ભીડ કરી સોશ્યિલ ડીસ્ટન્ટ નહિ જાળવીને તથા માસ્ક નહિ પહેરીને જાહેરનામાનો ભંગ કરેલ છે.
આથી તેઓએ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જાહેર કરાયેલ ક્રમાંક ડીઝા-ઈઆરસી-કોરોના-જાહેરનામુ-વશી-3785-2020, તા. 03-11-2020ના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા આ અંગે સદર ઈસમો વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188, 269 તથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
