કલોલ શહેરના બોરીસણા ગરનાળા વિસ્તારમાં સોશ્યિલ ડીસ્ટન્ટ નહિ જાળવનાર રીક્ષાચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી

કલોલ શહેરના બોરીસણા ગરનાળા વિસ્તારમાં સોશ્યિલ ડીસ્ટન્ટ નહિ જાળવનાર રીક્ષાચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ પોલીસના અનાર્મ પો. કો. રાજેન્દ્રસિંહ વિજયસિંહ કલોલ શહેરના બોરીસણા ગરનાળા વિસ્તારમાં વાહન ચેકીંગની કામગીરી સંભાળી રહ્યાં હતાં.
દરમ્યાન રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી સોશ્યિલ ડીસ્ટન્ટ નહિ જાળવનાર રીક્ષાચાલક કલ્પેશજી બાદરજી ઠાકોર (ઉ.વ.30) રહે. પોરવાળા વોસ, હાજીપુર, કલોલ પોતાની રીક્ષા નં. જીજે-18-બીયુ-1531માં આગળના ભાગે 2 તથા પાછળના ભાગે 2 એમ 5+1 મળી કુલ 6 વ્યક્તિઓ સાથે રીક્ષા હંકારી રહ્યાં હતાં.
તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં સોશ્યિલ ડીસ્ટન્ટ જાળવવા અંગે સરકારશ્રી દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવેલ છે, અપીલ કરવામાં આવે છે તેમ છતાં રીક્ષામાં કેપેસીટી કરતાં વધારે પેસેન્જરો બેસાડીને સરકારશ્રીના જાહેરનામા નં. જીજી-75-2020-વિ.1-કઅવ-102020-482ના નિર્દેશોનો ભંગ કરતાં ઝડપી લઈ તેઓની વિરુદ્ધ ઈપીકો કલમ 188, 269 તથા એપેડેમીક એક્ટ 1897ની કલમ 3 મુજબ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
