પોશીના પોલીસે છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડ્યો

પોશીના પોલીસે છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડ્યો
Spread the love

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ શ્રીએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ છે જે અનુસંધાને ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ ના માર્ગદર્શન અને સુચનાઓ આધારે જીલ્લાના તથા જીલ્લા બહારના તેમજ રાજયના નાસતા ફરતાં આરોપીઓ અટક કરવાની ડ્રાઇવ રાખવામાં આવેલ છે જે આધારે ગઇ તા.૨૩/૦૯/૨૦૨૦ ના રોજ પોશીના પો.સ.ઈ. શ્રી આર.જે.ચૌહાણ તથા સ્ટાફના માણસો અ.હે.કોન્સ અ.હે.કો.અમીતકુમાર સાવનભાઇ બ.નં. ૨૮૭, અ.હે.કો.ભરતભાઇ પરસોત્તમભાઇ બ.નં.૨૫૦, અ.હે.કો.ધર્માજી દીતાજી બ.નં.૩૦૨, આ.પો.કો. વાસુભાઇ ઇન્દુભાઇ બ.નં. ૦૮૪ અ.પો.કો અભિજીતસિંહ શ્રવણસિંહ બ નં-૦૫૧૭ નાઓ સાથે સરકારી વાહનમાં પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન પો.સ.ઇ. આર.જે.ચૌહાણ ને ખાનગી રાહે બાતમી મળેલ કે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૪૭/૨૦૧૯ ઇપીકો.ક.૩૬૩,૩૬૬,૩૭૬ (૨),(એન),૧૧૪ પોક્સો એક્ટ કલમ-૩ સ્ત્રી,૪,૧૭ મુજબના ગુન્હાનો આરોપી લક્ષ્મણભાઇ ભીખાભાઇ ધ્રાગી રહે.ગણવા તા.પોશીના વાળો પોતાના ઘરેથી પોશીના બજારમા આવતો હોવાની બાતમી આધારે તે ઇસમની વોચમાં હતાં તે દરમ્યાન તે ઇસમ લાંબડીયા પાટીયા નજીક આવતાં નજીકમાંથી પંચો બોલાવી સદરી ઇસમનું નામઠામ પુછી તે ઇસમને ઉપરોકત ગુન્હાઓના કામે સી.આર.પી.સી.ક.૪૧ (૧) આઇ મુજબ તા. ૨૩/૦૯/૨૦૨૦ ના ક.૧૯/૦૦ વાગ્યે અટક કરેલ હોઇ સદરી ઇસમને બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200924-WA0248.jpg

Right Click Disabled!