સુરતમાં બનાવવામાં આવી PPE ચણીયા ચોળી

સુરતમાં બનાવવામાં આવી PPE ચણીયા ચોળી
Spread the love

નવલી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ત્યારે સુરતમાં કઈ ને કઈ અલગ કરવામાં આવતું હોય છે. સુરતના એક ફેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પીપીઈ ચણીયા ચોળી બનાવવામાં આવી છે. જેથી ખેલૈયાઓને ગરબાની મજા સાથે કોરોનાથી પ્રોટેક્શન પણ મળી રહે છે. પીપીઈ કીટમાં ચણીયા ચોળીની જેમ ભરતકામ કરવામાં આવ્યુંકોરોના મહામારીને લઈને સરકાર દ્વારા નવરાત્રિના આયોજન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે, ગુજરાતીઓ ગરબા માટે એટલા જ ઉત્સુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરતના એક ફેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પીપીઈ ચણીયા ચોળી બનાવવામાં આવી છે.

પીપીઈ કીટમાં ચણીયા ચોળીની જેમ ભરતકામ કરવામાં આવ્યું છે. જેને બનાવવા માટે અંદાજે 10 જેટલા દિવસનો સમય લાગ્યો છે. ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ અને કટીંગમાં વધુ સમય લાગ્યોફેશન ઈન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની શ્વેતા મેંદપરાએ જણાવ્યું હતું કે, આ ચણીયા ચોળી બનાવવા માટે 10 દિવસથી મહેનત કરી રહ્યા હતા. ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ અને કટીંગમાં સમય ગયો હતો. આ વર્ષે કોરોના કારણે ગુજરાતમાં સેફ્ટી માટે આ કીટ પહેરી શકે છે. ગુજરાતમાં સરકારે ગરબાની પરમિશન આપવી જોઈતી હતી. આ પીપીઈ કીટ તમામ બાજુએથી બંધ છે. આ કીટ કોરોના સામે સેફ્ટી છે. આ કીટ નોર્મલ લોકો પણ ખરીદી શકે છે.

ગરબાનો અનુભવ સાથે પ્રોટેક્શન પણ આપશે. ફેશન ઈન્સ્ટિટ્યૂટના અંકિતા ગોયલે જણાવ્યું હતું કે, દર વર્ષે ગરબા થાય છે. તેમાં ગુજરાતીઓ વધારે ગરબા કરતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને લઈને અને સેફ્ટીને લઈને પ્રતિબંધ મૂક્યો છે. જોકે, સેફ્ટીને લઈને આ પીપીઈ ચણીયા ચોળી બનાવવામાં આવી છે. આ ડ્રેસ ગરબાનો અનુભવ સાથે પ્રોટેક્શન પણ આપશે. આ પીપીઈ ચણીયા ચોળી સીટા અપ્રુવ્ડ છે. આ કીટમાં ગરબાની જેમ છે અલગ અલગ કલરનો ઉપયોગ થયા છે, ખેલૈયાઓના કેડિયાની ડિઝાઈન, ઘેરવાળી પીપીઈ કીટ સાથે જોડી બનાવવામાં આવી છે.

PPE-Kit-garba-Costume_01_d.jpg

Right Click Disabled!