મુખ્યમંત્રીના જૂનાગઢના પ્રવાસને લઈને સલામતી બંદોબસ્ત અંગે તૈયારી હાથ ધરાઈ

મુખ્યમંત્રીના જૂનાગઢના પ્રવાસને લઈને સલામતી બંદોબસ્ત અંગે તૈયારી હાથ ધરાઈ
Spread the love

તા. 24.10.2020 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ તથા ભવનાથ રોપ વે ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં પધારનાર હોઈ, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી, બંદોબસ્ત અંગે આગોતરું આયોજન કરી, બંદોબસ્ત ગોઠવાનીની તૈયારી આરંભી દેવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ખાતેના તમામ કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત દરમિયાન શુ શુ કાળજી રાખવાની થાય છે, એ બાબતે સુચનાઓ કરવામાં આવી છે. આજથી મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમના દિવસ સુધી સતત વાહન ચેકીંગ ઉપરાંત હોટલ ધાબા, ગેસ્ટ હાઉસના ચેકીંગ હાથ ધરી, શંકાસ્પદ માણસોનું તેમજ વાહનનું ખાસ ચેકીંગ હાથ ધરી, આઇડેન્ટિ પૃફની ચકાસણી કરવાનું શરૂ કરવામાં આવેલ છે.

હોટલ તથા ગેસ્ટ હાઉસમાં ઉતરતા લોકોના આઇડેન્ટિ પ્રુફ ચકાસણી કરી, કોઈ શંકાસ્પદ ઇસમ કે ગેર કાયદેસર મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને ભવનાથ વિસ્તારની ધર્મશાળાઓ, હોટલો, ઉતારાઓ તથા પ્રવાસીઓ નું પણ ખાસ ચેકીંગ તેમજ ગિરનાર પર્વત પણ ચેકીંગ તેમજ મંદિર અને જગ્યાઓની માહિતી મેળવી, વેરીફિકેશન શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત, રુટ ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે.

જિલ્લા પોલોસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રોબે. આઇપીએસ સુશ્રી વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, સી ડિવિઝન પીએસઆઇ કે.એ.ડાંગર, ભવનાથ પોલોસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, સહિતના અધિકારીઓ તથા સ્ટાફ સાથે કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત ગોઠવણી બાબતે સુચનાઓ કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જૂનાગઢના પ્રવાસને લઈને સલામતી બંદોબસ્ત અંગે તૈયારી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201022-WA0027.jpg

Right Click Disabled!