હળવદના હોમગાર્ડ જવાનનું મૃત્યુ થતા પરિવારને સહાયની રકમનો ચેક અર્પણ

મોરબી જીલ્લાના હળવદ યુનિટના હોમગાર્ડસ સભ્યનું મૃત્યુ થયું હોય જેથી તેના પરિવારને ૧.૫૫ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. હળવદ યુનિટના હોમગાર્ડ સભ્ય જે પી ઠાકરનું અવસાન થયું હોય જેથી વારસદાર તેના પત્નીને હોમગાર્ડસ કલ્યાણ નિધિમાંથી રૂ ૧,૫૫,૦૦૦ ની સહાય મંજુર થતા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે ચેક અર્પણ કરતી વેળાએ જીલ્લા કમાન્ડન્ટ એસ એચ કંસારા, જુનિયર ક્લાર્ક એમ પી જાડેજા, સબ ઇન્સ્પેકટર જી કે ચાવડા, ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ એ કે દેરાશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
