ભિલોડા તાલુકા તલાટી એસોસિયેશનના પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત

ભિલોડા તાલુકા તલાટી એસોસિયેશનના પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત
Spread the love

અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માત ના બનાવો દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે ભિલોડા તાલુકા તલાટી એસોસિયેશનના પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે..શામળાજી નજીકથી કન્ટેનર તલાટી એસોસિએશન ના પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે કોઈક કારણસર ટ્રક પાછળ કાર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બનાવ ને પગલે શામળાજી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી મૃતક દેવેન્દ્રસિંહ ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે શામળાજી સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે મોકલી આપી હતી..ધંબોડીયાના વતની, વેણપુર,શામળપૂર,ભવાનપુર ગામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા અને ભિલોડા તાલુકા તલાટી એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણનું માર્ગ અકસ્માત માં અકાળે મોત નિપજતા સમગ્ર પંથક માં શોક નો માહોલ ફેલાયો હતો. સાથે જ તેમના મોતના શોકમાં શામળાજી બજાર બંધ પાડવામાં આવ્યું હતું. સમગ્ર અકસ્માત મામલે શામળાજી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)

IMG-20210223-WA0010.jpg

Right Click Disabled!