વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક દેખાયો ‘મોર પ્રેમ’

કૈલાશ ખેરના ગીત સાથે બાળપણથી લઈને અત્યાર સુધીની ખાસ પળોની તસવીર શૅર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશ્યલ મીડિયામાં બહુ એક્ટિવ હોય છે. તેઓ અવારનવાર કંઈકને કંઈક પોસ્ટ કરતા જ હોય છે. તાજેતરમાં તેમણે સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા તેમનો ‘મોર પ્રેમ’ જોવા મળે છે. વડાપ્રધાને વીડિયોની સાથે પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર નું ગીત ‘મનમોહક મોર નિરાલા પણ શૅર કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ગાયક કૈલાશ ખેરનું ગીત ‘મનમોહક મોર નિરાલા’ શૅર કર્યું છે.
આ ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી બધી તસવીરો દેખાઈ રહી છે. જોકે મોર સાથે હાલમાં જ તેમણે જે વીડિયો શેર કર્યો હતો તેને આ ગીતમાં સૌથી વધારે પ્રધાન્ય આપવામાં આવ્યું છે. આ ગીતમાં બાળપણથી લઈને અત્યાર સુધીની વડાપ્રધાન મોદીની ઘણી બધી યાદગાર તસવીરો છે.સોશ્યલ મીડિયા પર આ વીડિયો બહુ વાયરલ થયો છે. તેમણે જે ગીત શૅર કર્યું છે તેમાં કુલ 3.53 મિનીટનું છે અને આ આખા ગીતમાં વડાપ્રધાન મોદીના જીવનને તસવીરોના માધ્યમથી દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોદીની તસવીરોને ગીતના શબ્દો સાથે જોડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, આજે દેશભરમાં એક તરફ ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આજે ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તમે ખેડૂતો પાસે જાઓ અને આ બિલના ફાયદા ગણાવો. જોકે, હવે સાંજે વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડિયામાં ગીત શૅર કર્યું છે. ત્યારે કેટલાક યુઝર્સ ભડકી ઉઠ્યા છે અને કોમેન્ટમાં કહી રહ્યા છે કે એક તરફ દેશમાં આટલા વિરોધ થઇ રહ્યા છે ત્યાં અહિયાં પીએમ મોદી ગીત શૅર કરી રહ્યાં છે
