માંગરોળ શહેરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ પર ભેગા થવા પર પ્રતિબંધ

માંગરોળ શહેરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ પર ભેગા થવા પર પ્રતિબંધ
Spread the love

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઈને શહેરમાં ધાર્મિક તહેવારો, રેલી અને ધરણાઓના આયોજનને ધ્યાને લઈ શહેરી વિસ્તારમાં સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગાં થવા, કોઇ સભા કરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ સરકારી કર્મચારી, સરકારી અધિકારી, હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૩૦ ઓક્ટો.સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

photo_1587654564567.jpeg

Right Click Disabled!