સુરતમાં મિલકતવેરો યથાવત મિલકતદારોને લાભ થશે

સુરતમાં મિલકતવેરો યથાવત મિલકતદારોને લાભ થશે
Spread the love

સુરત નવા સમાવેલા વિસ્તારોમાં વેરા મુદ્દે નવી ચૂંટાયેલી બોડી નિર્ણય કરશે આચારસંહિતાના ભણકારાથી કર-દરની દરખાસ્ત વહીવટદારે મંજૂર કરીપાલિકાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઇ જવાની હિલચાલ હોઇ મ્યુ.કમિશનર અને વહીવટીદાર બંછાનિધી પાનીએ શુક્રવારે તાબડતોડ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી આગામી વર્ષ 2021-22 માટે મિલકતો પર લાગુ કરવાના કર અને દર મંજૂર કરી દીધા છે.

પાલિકાની ચૂંટણી હોવાથી ધાર્યા મુજબ કર અને દરમાં વધારો ઝીંકવામાં ન આવતા શહેરીજનોને મોટી રાહત મળશે. મિલકતદારોએ ગત વર્ષે ભરેલો વેરો જ આગામી નાણાકીય વર્ષમાં ભરવાનો આવશે. રહેણાંક મિલકત અને બિન રહેણાંક મિલકત બંનેમાં કોઇ વધારો કરાયો નથી. જેનો સીધો લાભ શહેરની 20 લાખ રહેણાંક અને 4.50 લાખ બિન રહેણાંક મિલકતદારોને મળશે.મહત્તવની વાત એ છે કે, તાજેતરમાં શહેરમાં નવા સમાવિષ્ટ કરવામાં આવેલા 27 ગામ અને 2 નગર પાલિકાઓમાં આવતી મિલકતોના વેરા સંદર્ભે નિર્ણય લેવાયો નથી. આ વિસ્તારમાં વેરાની દરખાસ્ત જૂની બોડીએ પેન્ડિંગ રાખી હતી. જેથી હવે નવી ચૂંટાયેલી બોડી જ નવા વિસ્તારોમાં વેરા અંગે નિર્ણય લેશે.

સંભવત: નવા વિસ્તારના વેરા માટેની ફાઇલ પેન્ડિંગ રહી જતા એક સાથે બે વર્ષનો સાથે વેરો લેવામાં આવે તેવી પણ શક્યતા છે. જોકે, આ અંગે નવી ચૂંટાયેલી બોડી જ ચર્ચા કરી નક્કી કરશે.510 કરોડની વેરા વસુલાત બાકી, બે મહિના વેરા વસુલાત ઝૂંબેશ સઘન કરાશેનાણાંકિય વર્ષ પૂર્ણ થવાને હવે બે મહિના આંઠ દિવસનો સમય બાકી રહ્યો છે.

આકારણી વેરા વસુલાત વિભાગનો સર્વે પણ ચાલી રહ્યો છે નવી આકારણી દફ્તરે દાખલ કરવામાં આવી હોય પાલિકાના આવકના મુખ્ય સ્ત્રોત વેરામાં વધુ 135 કરોડ જેટલી આવક પ્રાપ્ત થાય તેમ છે. જ્યારે 20-21 વર્ષનો વેરાનો ટાર્ગેટ કુલ 1385 કરોડ સામે 875 કરોડની વસુલાત અત્યાર સુધીમાં પાલિકાને થઈ ગઈ છે. પરંતુ હજી 510 કરોડની વસુલાત બાકી છે.

પાલિકા પાસે બે મહિના જેટલો સમય છે ત્યારે આગામી દિવસથી વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવશે. જ્યારે સિટી સિવિક સેન્ટરો તથા વેરા વસુલાત એસેસમેન્ટ વિભાગ રજાઓમાં પણ ચાલુ રહેનાર છે.

photo_1604079017369.jpg

Right Click Disabled!