મનપાના વિપક્ષી નેતાના રાજીનામાથી સમર્થકોએ કર્યા દેખાવો

અમદાવવાદ : મહાનગર પાલિકાના વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિધાનસભાની પેટા ચૂંટણીના ટાણે જ નેતા પદેથી રાજીનામું આપી દેતા કૉંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. જોકે, તેમના સમર્થકોએ કોંગ્રેસના કાર્યાલય ખાતે શર્માએ રાજીનામું સ્વેચ્છાએ નહીં પણ પક્ષની કહેવાથી આપ્યું હોવાના મામલે દેખાવો યોજ્યા હતા.
અમદાવાદ પૂર્વના બે ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી વખતે જ આઠ ધારાસભ્યો સાથે તેઓ કોંગ્રેસ છોડશે નહીં કે કોંગ્રેસ વોટિંગ કરશે નહીં, પણ શરત એટલી કે રાજયસભાની ચૂંટણી પછી મ્યુનિ. વિપક્ષી દિનેશ શર્માને બદલવામાં આવે. આ શરતના ભાગરૂપે કોંગ્રેસે દિનેશ શર્માનું રાજીનામું લઇ લીધું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દિનેશ શર્માની ટર્મ ૯ ડિસેમ્બરે પૂરી થાય છે. મ્યુનિ. ચૂંટણીને હવે બહુ સમય બાકી નથી ત્યારે રાજીનામાથી કોંગ્રેસને માઠી અસર થઈ શકે છે. દરમિયાન દિનેશ શર્માએ કહ્યું, મેં પક્ષના હિતમાં મોવડીમંડળને મારું રાજીનામું આપી દીધું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જે જવાબદારી સોંપશે તે હું સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ
