આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂા.2656 કરોડની જોગવાઈ

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂા.2656 કરોડની જોગવાઈ
Spread the love

• અનુસૂચિત જનજાતિના બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂ. ૩૬૫ કરોડની જોગવાઈ.
• દૂધ સંજીવની યોજના અંતર્ગત ૫૩ આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના ૮ લાખ બાળકોને ફલેવર્ડ દૂધ આપવા માટે રૂ. ૧૭૦ કરોડની જોગવાઈ.
• અનુસૂચિત જનજાતિના પ્રિ-એસ.એસ.સી.ના ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ.૧૩૮ કરોડની જોગવાઈ.
• રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અને મૂકસેવક ઠક્કરબાપાના માગદર્શનથી બનાવવામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત અનુસૂચિત જનજાતિની આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ/ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા તથા જર્જરિત વર્ગખંડોના નવીનીકરણ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઇ
• નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ.
• અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયો અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૨ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જનજાતિની ધો.૯માં અભ્યાસ કરતી ૪૮,૦૦૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ માટે રૂ. ૧૯ કરોડની જોગવાઈ.
• સ્વતંત્રતાની રાષ્ટ્રીય ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયના નિર્માણ માટે રૂ. ૨૬ કરોડની જોગવાઈ.
• હાલમાં જ્યારે ડિજીટલ સેવાઓનો વ્યાપ વધ્યો છે ત્યારે તેનો લાભ અંતરિયાળ આદિજાતિ વિસ્તારને પણ સરળતાથી મળી શકે તે હેતુથી નેટવર્ક કવરેજ વધારવા નવા મોબાઇલ ટાવર ઊભા કરવા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી સ્માર્ટ ક્લાસ રૂમ શરૂ કરવા રૂ. ૯ કરોડની જોગવાઈ.

Right Click Disabled!