રાજુલા નગરપાલિકાની બેદરકારી સામે જનતાનો રોષ :વનરાજ વરૂ

રાજુલા નગરપાલિકાની બેદરકારી સામે જનતાનો રોષ :વનરાજ વરૂ
Spread the love

રાજુલા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૩ માં આવેલ શેરી વિસ્તરમાં રોડ ના અભાવે વરસાદના પાણી લોકો ના ઘરમાં ઘુસી રહ્યા છે.આ વિસ્તારના અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી રવુંભાઇ ખુમાણ અને અમરેલી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી વનરાજભાઈ વરૂ દ્વારા જણાવ્યું હતું. રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર ૩ અને ૫ ની બોર્ડર પર આવેલો વિસ્તાર ભાણબાપુ ધાખડા નગર અને બ્રાહ્મણ સોસાયટી માં આવેલા વિસ્તારમાં વરસાદ ના પાણી નો નિકાલ નહીં થતો હોવાથી પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે અને આ વિસ્તારની શેરીમાં પાલિકાના પ્રતાપે રોડ નથી બન્યો પાણી ભરાવા ના લીધે કીચડ અને મચ્છરો નો ત્રાસ વધ્યો લોકો પોતાના ઘરેથી બહાર નીકળી શકવામાં પણ બહુ તકલીફોનો સામનો કરી રહ્યા છે.

જ્યારે પાલિકાની ચૂંટણી હતી ત્યારે આ જ જગ્યાએ અહીંના ધારાસભ્ય દ્વારા પાલિકાના ઉમેદવારને જીતાડવા સભા પણ કરવામાં આવી લોકોએ ધારાસભ્ય ના ચૂંટણી પ્રસાર માં આવી ને જે ઉમેદવારોને મત આપી વિજયી બનાવ્યા તે જન પ્રતિનિધિ લોકોની તકલીફો દૂર કરવાની તો ઠીક પણ જોવા પણ નથી મળતા. લોકોમાં ચર્ચા ઉઠી છે કોઈ તો પાલિકાના કહેવાતા જન પ્રતિનિધિ આ એરિયાની રૂબરૂ મુલાકાત લ્યો અને એક કામ તો કરો.

રાજુલા નગરપાલિકાની કામગીરી સાવ ખાડે ગઇ હોય તેમ કહી શકાય કારણ કે શહેરના સ્થાનિકોને નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા તો મળવાની વાત તો દુર પણ આપણા દેશના વડાપ્રધાન દ્વારા ભારત સ્વચ્છતા મિશન અંતઁગત અનેક પ્રોજેક્ટોનો પણ ઉલાળીયો કરી શહેરના મોટાભાગના વિસ્તારોમા સ્વચ્છતાના નામે પણ જીરો દેખાઇ રહ્યુ છે.શહેરમા ઠેર-ઠેર ગંદકી તથા હજુ પણ કેટલાક વિસ્તારોમા ભરાઇ રહેલા વરસાદી પાણીથી ગંભીર બિમારી ઉદભવ થશે તો શું પાલિકા જવાબદારી ઉઠાવશે ? સોસાયટી વિસ્તારોમાં વરસાદના પાણીના નિકાલના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. ત્યારે શહેરની નગરપાલિકા તથા તંત્ર દ્વારા ગંદકીને હટાવવાના કોઇપણ નક્કર પગલા નથી લેવાતા રાજુલા નગરપાલિકાની બેદરકારીના લીધે શહેરના સ્થાનિકોની તંદુરસ્તી રામભરોસે હોય તેમ નજરે પડે છે.

ત્યારે આ વિસ્તારમાં આસપાસના વસાહતી વિસ્તારના લોકો પણ મચ્છરોના કારણે હેરાન પરેશાન થઇ ગયાં છે. સત્વરે આ ભરાતા વરસાદના પાણીનો કાયમી ઉકેલ આવે અને રોડ બનાવવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ ઉઠી છે. પાણી ભરાવા નો પ્રશ્ન દુર કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવવાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે. જેથી સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20200925-WA0000.jpg

Right Click Disabled!