માણિભદ્ર વીરદાદાના અવતરણ દિવસે પૂજન-હવન અનુષ્ઠાન

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ રોડે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ની છત્રછાયામાં જંગમરત્ન તીર્થ પ્રેરક,પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા આદિની નિશ્રામાં તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદા અવતરણ દીને પૂજન-હવન અનુષ્ઠાન યોજાયેલ.
આ હવનમાં 108 મંત્રો સાથે આહુતિ આપવામાં આવેલ.જેમાં ચંદન-સુખડના લાકડા,ઘી વિગેરેની આહુતિ આપવામાં આવેલ.આહુતિ બાદ મોટીશાંતિનો પાઠ કરવામાં આવેલ.ત્યારબાદ આરતી વિગેરે થયેલ.આ પ્રસંગે ગુરૂ ભક્તોને પૂજય મહારાજ સાહેબએ શ્રી માણિભદ્ર વીર દાદાના પૂજનની રક્ષા પોટલી અને દોરો બાંધી આશીર્વાદ આપેલ.આ પ્રસંગે મુનિ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે મણિભદ્ર વીર દાદાના 3 તીર્થ સ્થાનો છે.
માણિભદ્ર વીર દાદાનું મહિમા દરેક વ્યક્તિ પોતાના કાર્યની સફળતા માટે દેવ-દેવીઓમાં માણિભદ્ર દાદાની આરાધના જાપ ધ્યાન વગેરે કરે છે અને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે. માણિભદ્ર વીર દાદાનું મગરવાડામાં પિંડ પૂજાય,આગલોડમાં ધડ અને ઉજ્જૈનમાં મસ્તક પૂજાય છે. શ્રી માણિભદ્ર વીર દાદાનો વાર ગુરૂવાર અને રવિવાર મુખ્ય વારો છે.આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજૂર અને પ્રત્યક્ષ છે.આ પ્રસંગે પરેશભાઈ ગોહેલશ્રી ભગીરથસિંહ રાઠોડ,શ્રી પરેશભાઈ શાહ,શ્રી પંકજભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહેલ
