કચ્છમાં વરસાદ હજુ કેડો મૂકતો નથી : એકથી ત્રણ ઇંચ વરસાદ

કચ્છમાં વરસાદ હજુ કેડો મૂકતો નથી : એકથી ત્રણ ઇંચ વરસાદ
Spread the love

ભુજ : અરબી સમુદ્ર પર કેન્દ્રિત થયેલું લો પ્રેશર નબળું પડી જતાં રાજ્યભરમાં વરસી રહેલા કમોસમી વરસાદમાં કમી આવી છે તેમ છતા કચ્છમાં કમોસમી ઝાપટાઓનો દોર યથાવત રહેવા પામ્યો છે અને પેટા ચૂંટણીઓના અપાઈ રહેલા આખરી ઓપ વચ્ચે અબડાસાના વાડાપધ્ધરમાં ૩ ઇંચ જ્યારે કિલ્લેબંધ શહેર ભુજમાં અડધા કલાકમાં પોણો ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું.

પશ્ર્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં બપોરે બે વાગ્યા બાદ આશ્વિન નવરાત્રી વચ્ચે અષાઢી માહોલ સર્જાયો હતો અને ભારે ઝાપટા વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા પૂર્વમાં રાપરના પ્રાંથળ વિસ્તારમાં અડધોથી એક ઇંચ વરસાદ પડ્યો હતો. અંજારના મથડામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.

દરમિયાન અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમ પૂરેપૂરી વિખેરાઇ નથી એટલે કચ્છમાં બાદ ફરી છૂટાં છવાયાં સ્થળો પર હળવાથી ભારે ઝાપટાં પડશે. બુધવારથી સ્થિતિ સામાન્ય થવાની સાથે ભેજનું પ્રમાણ ઘટતાં ગરમીમાંથી પણ રાહત મળે તેવી પ્રબળ સંભાવના છે તેમ ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું હતું.

જિલ્લા મથક ભુજમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અનુભવાઇ રહ્યો છે.૧૦૦ ટકા જેટલું ભેજનું પ્રમાણ રહેતાં બફારો જાણે ચરમ સીમાએ પહોંચ્યો હતો અને મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી હોવા છતાં બફારાથી શહેરીજનો બેબાકળા બન્યા હતા. કંડલા એરપોર્ટ વિસ્તારમાં ભેજ ૮૮ ટકા જેટલો રહ્યો હતો જ્યારે ઉંચું ઉષ્ણતામાન ૩૩.૧ ડિગ્રી નોંધાયું હતું. કંડલામાં ૩૩.૧ અને નલિયા ખાતે મહત્તમ ૩૧.૬ ડિગ્રી રહ્યું હતું.

download.jpg

Right Click Disabled!