રાજકોટ : કારખાનામાં ચોરી કરવા જઇ રહેલા 4 તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા

રાજકોટ : કારખાનામાં ચોરી કરવા જઇ રહેલા 4 તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા
Spread the love

*રાજકોટ શહેર તા.૨૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર આવેલા ફિલ્ડમાર્શલ કારખાના પાસેથી સત્યમપાર્કના રવિ કૌશિક ચૌહાણ, જસદણના મોઢુકા ગામના અનિલ જયંતી તાવીયા, મોઢુકાના રાહુલ રમેશ તાવીયા અને વિછીયાના ઓરી ગામના વિશાલ કાબા કોળી નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના P.I વી.કે.ગઢવી, P.S.I પી.એમ.ધાખડા, સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે. સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં ગત તા.૮મીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત મવડી વિસ્તારમાં આવેલી મણીપુરમ ફાયન્સ કપંનીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. રવિ ચૌહાણને સાદી ડોટ કોમના માધ્યથી મધ્યપ્રદેશની યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી પૈસાની જરૂર હોવાથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અનિલ તાવીયાએ દોઢેક માસ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેને લગ્ન જીવન ટકાવવા પૈસાની જરૂર હોવાથી ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. પોલીસે ચોરીના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા દિપક સરવૈયા અને સાહિલ લોહીયાની શોધખોળ હાથધરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200923-WA0017.jpg

Right Click Disabled!