રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ બદલ 7 દુકાનો સીલ

રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ બદલ 7 દુકાનો સીલ
Spread the love

રાજકોટ શહેરમાં ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ૨૩ આસામીઓ પાસેથી રૂપિયા ૨૩,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે. કાલાવડ રોડ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૭ દુકાનો સીલ કરવામાં આવેલ છે. તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. કાલાવડ રોડ ખાતેની ખેતલાઆપા ટી સ્ટોલ, આશાપુરા પાન સ્ટોલ, સુપરશ્યામ ડીલક્સ પાન સ્ટોલ, નીલકંઠ પાન સ્ટોલ, શ્રી શક્તિ ટી સ્ટોલ, આઈશ્રી ખોડીયાર હોટલ અને આઈશ્રી ખોડીયાર પાન સ્ટોલનો સમાવેશ થાય છે. સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200924-WA0018.jpg

Right Click Disabled!