રાજકોટ : 72 બોટલ દારૂ ભરેલી કાર ઝડપી લઇ 1.56 લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ શહેર થોરાળા P.I જી.એમ.હડિયાના માર્ગદર્શન હેઠળ P.S.I જી.એસ.ગઢવી અને તેમની ટીમે બાતમી આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર ભવાની સર્વિસ સ્ટેશન પાસેથી GJ-17-C-9873 એક વર્ના કાર કબ્જે કરી હતી. તે ચેક કરતા અંદરથી દારૂની ૭૨ બોટલ મળી આવતા દારૂ અને કાર સહીત ૧.૫૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને નાશી છૂટેલા બુટલેગરની કાર નંબર આધારે શોધખોળ હાથ ધરી છે. થોરાળા પોલીસ ઇન્સ્પેક્ટર, જી.એમ.હડિયા, જી.એસ.ગઢવી, ભુપતભાઈ વાસાણી, આનંદભાઈ પરમાર, નરશંગભાઈ ગઢવી, કનુભાઈ ધેડ, વિજયભાઈ મેતા, જયદિપભાઈ ધોળકિયા, સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, કામગીરી કરેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
