રાજકોટ : હાઇવે પર રોડ ક્રોસ કરતા ટેકટરની ટોલીમાં કાર ઘુસી જતા જીવલેણ અકસ્માત

રાજકોટ શહેર જામનગર રોડ પર મારૂતીનગર પોલીસ હેડ કર્વાટરમાં રહેતા D.C.P ઝોન-૨ પ્રવિણકુમાર મીણાના કમાન્ડો તરીકે પોલીસ કમિશ્ર્નર કચેરીમાં ફરજ બજાવતા રાજેશ વલ્લભદાસ નૈનુજી ની કારમાં પત્ની હંસાબેન સાથે અમદાવાદમાં વેવાઇના ઘરે ચકકર મારવા ગયા હતા. અમદાવાદથી રાજકોટ સાંજે પરત ફરતી વેળાએ લીંબડી પાસે અચાનકથી રોડ ક્રોસ કરતા ટેકટરની ટોલી સાથે કાર અથડાતા ચાલક રાજેશ નેનુજી (ઉ.૫૩) નુ ગંભીર ઇજાથી કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. જયારે કારમાં સવાર માતા પુત્રને શરીરે નાની મોટી ઇજા થતા સ્થાનીક લોકોએ કારમાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડયા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
