રાજકોટ : વાનમાં ચોરખાનામાં 4.2666 કિલોગ્રામ ગાંજા સાથે નીકળેલા શખ્સને ઝડપી લીધો

રાજકોટ શહેરમાં માદક પદાર્થોનું દુષણ ડામવાની સૂચના અન્વયે S.O.G, P.I આર.વાય.રાવલને મળેલી બાતમી આધારે તેઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલા સ્ટાફે કટારીયા ચોકડી નજીકથી બાતમીવાળી પીકઅપ વાન અટકાવી જડતી લેતા તેમાંથી સીટ નીચે બનાવેલા ચોરખાના મળી આવ્યા હતા. જેની જડતી લેતા તેમાંથી ૪.૨૬૬ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
જેથી ચાલકનું નામઠામ પૂછતાં કૈલાશધારા સોસાયટીમાં રહેતો અનિલ જીવાભાઈ પરસાણા હોવાનું જણાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી ૭૬,૦૯૬ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની પૂછતાછમાં રાજસ્થાનથી આવેલા ૨ શખ્સો માલ આપી ગયાની કબૂલાત આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર, આર.વાય.રાવલ, ધર્મેન્દ્રસિંહ રાણા, ભાનુભાઈ મિયાત્રા, કિશનભાઈ આહિર, ડી.જી.ઝાલા, મોહિતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, અજયભાઈ શુક્લા, રણછોડભાઈ આલ, હિતેશભાઈ રબારી, કામગીરી કરેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
