રાજકોટ : ધોળા દિવસે ઘરમાં ઘુસી ચોરી કરતો સગીર ઝડપી લીધો

રાજકોટ શહેર DCB PI વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી.રબારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઈ બરાલીયા અને હરદેવસિંહ જાડેજાને મળેલી હકીકત આધારે A.S.I જયુભા પરમાર, સોકતભાઈ ખોરમ, જે.પી.મેવાડા અને તોરલબેન જોષીને સાથે રાખીને માલવિયા કોલેજ નજીક મામલતદાર કચેરી પાસેથી એક સગીરને સકંજામાં લઇ પોકેટ કોપ આધારે ચેક કરતા તેના વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ મળી આવતા તેની ધરપકડ કરી તેની પાસેથી અંબાજી કડવા પ્લોટમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને ત્યાંથી ગત.૨૦ જૂનના રોજ ચોરેલી બે વીંટી, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ રોકડા.૩૫ હજાર અને બનાસકાંઠાના ડિસામાંથી ચોરેલ ૩.૨૫ લાખ રોકડ સહીત ૩.૯૫ લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
