રાજકોટ : હોડથલી સબ.સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને ચાલુ નોકરીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટ : હોડથલી સબ.સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને ચાલુ નોકરીએ ઝેરી દવા પી આપઘાત કર્યો
Spread the love

રાજકોટ શહેરના હોડથલી ગામે આવેલા સબ.સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મહેશભાઈ લાલજીભાઈ ગેડિયા ઉ.૧૯ વર્ષના યુવાને ૨ દિવસ પૂર્વે ચાલુ નિકરી દરમિયાન કોઈ અગમ્ય કારણસર સબ.સ્ટેશનમાં એસિડ પી લીધું હતું. યુવાનને ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી પસરી ગયેલ છે. પ્રાથમિક પૂછતાછમાં મૃતક યુવાન ચાલુ નોકરી ઉપર હતો. તે દરમિયાન તેને માથાનો દુખાવો ઉપાડતા ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આજીડેમ પોલીસે નોંધ કરી આગળની કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201022-WA0019.jpg

Right Click Disabled!