રાજકોટ : હલેન્ડા પાસે પોલીસને જોઈ દારૂના 864 ચપલા ભરેલી બોલેરો મૂકી બુટલેગર નાશી છૂટ્યો

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PI વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ PSI એસ. વી. સાખરા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે હલેન્ડા પાસેથી એક શખ્સ બોલેરોમાં દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. આ બાતમી આધારે વોચ ગોઠવી હતી. પરંતુ બોલેરો ચાલકને રોકવાં ઈશારો કરતા પોલીસને જોઈ બોલેરો ચાલકે કાર ભગાવી મૂકી હતી. જેથી પોલીસે પીછો કરતા થોડે દૂર કાર રેઢી મૂકી શખ્સ ભાગી ગયો હતો.
ચેક કરતા અંદરથી જુદા-જુદા બ્રાન્ડના ૧૮૦ M.L ના ૮ ચપલા મળી આવતા પોલીસે દારૂ અને કાર સહીત ૮,૮૬,૪૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. GJ-03-BW-2614 નંબરની બોલેરો ચાલક મૂકી નાશી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે. D.C.B પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.વી.સાખરા, ધિરેનભાઈ માલકીયા, મોહસીનખાન મલેક, સંજયભાઈ ચાવડા, હિરેનભાઈ સોલંકી, દિપકભાઈ ડાંગર, મહેશભાઈ મંઢ, કિરીટસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, કામગીરી બજાવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
