રાજકોટ : કોરોનાના બ્રાન્ડ એમ્બેસેડર લોકગાયક કિર્તીદાન ગઢવીને માસ્ક ભંગ બદલ દંડ ફટકારતી મહિલા પોલીસ

રાજકોટ શહેરના સુવિખ્યાત લોકગાયક અને દેશવિદેશમાં ગરબાની રમઝટ બોલાવનાર કિર્તીદાન ગઢવીની પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ આજે સાંજે રેસકોર્સ રિંગ રોડ ઉપર માસ્ક વિના બેઠા હોવાથી પેટ્રોલીંગમાં રહેલા મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેઓને માસ્ક ભંગ બદલ ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પોતે કોરોના વોરિયર્સ હોવા છતાં પોતે જ માસ્કના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
