રાજકોટ : જામનગર રોડ પર એક શખ્સને પિસ્તોલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ : જામનગર રોડ પર એક શખ્સને પિસ્તોલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ
Spread the love

રાજકોટ શહેર DCB PI વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ PSI એસ.વી.સાખરા અને તેની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ૨ દિવસ પૂર્વે જામનગર રોડ ઉપર વિનાયક વાટિકામાં રહેતા બલી ડાંગરના સાગરીત રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર ઉ.૩૯ ના ઘરમાં દરોડો પાડી. રૂ.૨૫૦૦ નો દારૂ અને ૮ જીવતા કાર્ટીસ મળી આવતા તેના વિરુદ્ધ ૨ ગુના નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. મહેશભાઈ મંઢ, ઉમેશભાઈ ચાવડાને બાતમી મળી હતી કે રામદેવ ડાંગર તેના ઘરે આવ્યો છે.

બાતમી આધારે સ્ટાફને સાથે રાખીને ઘરે દરોડો પાડી. રામદેવ ડાંગરને એક પિસ્ટલ ૩૨-MM લખેલી કિ.૧૦,૦૦૦ સાથે દબોચી લીધો હતો. તેની પ્રાથમિક પૂછતાછમાં પોતે સ્વબચાવ માટે પોણા ૨ વર્ષ પૂર્વે આ હથિયાર લીધું હોવાની કબૂલાત આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.સાખરા, ધીરેનભાઈ માલકિયા, હિરેનભાઈ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઈ ચાવડા, મહેશભાઈ મંઢ, દિપકભાઈ ડાંગર, સંજયભાઈ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, કામગીરી કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201201-WA0045.jpg

Right Click Disabled!