રાજકોટ : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ

રાજકોટ : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ
Spread the love

*રાજકોટ શહેર તા.૨૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવીણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજા તેમજ મદદનીશ પોલીસ ક્રાઈમ ડી.વી.બસીયાએ રાજકોટમાં દારૂના દૂષણને ડામવા આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પેડક રોડ પરથી વિદેશી દારૂ ભરેલી રિક્ષાને રોકી તલાસી લેતાં રૂા.૬૪,૮૦૦ની ૧૪૪ બોટલ દારૂ મળી આવતાં વિદેશી દારૂ અને C.N.G રિક્ષા નંબર-GJ-3-AX-3375 મળી કુલ રૂા.૮૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે ભાવેશ ઉર્ફે વિજય ભલ્લાભાઈ મેઘાણી જાતે.કોળી ઉ.૩૨ રહે. સદગુરૂ સોસાયટી શેરીનં-૧ સંતકબીર રોડ રાજકોટ. ને ઝડપી લીધો હતો. રાજકોટ શહેર D.C.B પોલીસ પ્રોહિબીશન કલમ-૬૫(ઈ),૧૧૬(બી),૯૨(૨) મુજબનો ગુનો દાખલ કરી. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, પી.બી.જેબલીયા, વિક્રમભાઈ ગમારા, અશુમાનભાઈ ગઢવી, કિપાલસિંહ જાડેજા, જીગ્નેશભાઈ મારૂ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઈ ધરેજીયા, નાઓએ કામગીરી કરેલ હોય.*

*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20210125-WA0051.jpg

Right Click Disabled!